________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૪
हवइ - कालद्रव्याधिकारइं दिगंबरप्रक्रिया उपन्यसइं छई
હવે કાલદ્રવ્યના અધિકારમાં દિગંબર પ્રક્રિયા રજુ કરીએ છીએ.
ઉપર કહેલા બધા જ વિચારોથી દિગંબરપ્રક્રિયા કંઈક જુદુ જ માને છે. અને અત્યારે કાલ દ્રવ્યનો અધિકાર (પ્રકરણ) ચાલે છે. તે માટે દિગંબર સંપ્રદાય શું માને છે ? તે પણ જાણવા જેવું છે. તેથી તે માન્યતા ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે.
૫૧૫
" एकनभः प्रदेशनइं ठोर मंदगति, अणु कहिइ - परमाणु जेतलई संचरई, ते पर्यायसमय कहिइं तदनुरूप ते प. कालपर्याय समयनो भाजन कालाणु कहिइ. ते एकेक आकाशप्रदेशई एकेक, इम करतां लोकाकाश प्रदेशप्रमाण कालाणु होइ" इम कोइ ओर क. जैनाभास दिगंबर भाषई छई. उक्तं च द्रव्यसंग्रहे
રચળળળ રાસી વ, તે ાનાળુ અસંહવાનિ ॥ ૨૨ ॥ ॥ ૨૦-૨૪ ॥
કોઈ પણ એક આકાશપ્રદેશની અંદરથી અન્ય આકાશપ્રદેશના (ઠોર) સ્થાને મંદ મંદ ગતિદ્વારા અણુ કહેતાં કોઈ પણ એક પરમાણુ જેટલા કાળમાં સંચરે (ગતિ કરેગમન કરે) તે કાળને (વખતને) “સમય” નામનો પર્યાય કહેવાય છે. (અહીં ટબામાં જે ૫ શબ્દ છે તે પાંચ એવી સંખ્યા અર્થમાં ન લેતાં ૫ કહેતાં પર્યાય” અર્થ કરીએ તો અર્થ વધારે સંગત થાય છે. તેથી અમે ૫નો અર્થ પર્યાય કર્યો છે. હસ્તલિખિત પ્રતમાં પણ પ લખીને બે ઉભી લીટી કરેલી છે. એટલે પૂર્વાપર સંકલના જોતાં પર્યાય અર્થ થતો હોય એમ લાગે છે. અન્ય કોઈ પણ પુસ્તકોમાં બીજો કોઈ સ્પષ્ટાર્થ પ્રાપ્ત થતો નથી. તેથી વધુ સ્પષ્ટ અર્થ ગીતાર્થ મહાત્મા પુરુષો પાસેથી જાણવો. તનુરૂપ તે તે સમયાનુકુલ એવો તે પર્યાય છે. એટલે કે ગતિ કરતાં લાગેલો વખત-સમય અર્થાત્ જે વેળા થઈ તે સમયાત્મક પર્યાય છે. સમયાત્મક એવા તે કાળપર્યાયોના માનન = આધારભૂત જે પર્યાયી એવું જે દ્રવ્ય છે. તે કાલાણુ કહેવાય છે.
=
મંદગતિએ કોઈ એક પરમાણુ, એક આકાશપ્રદેશથી બીજા આકાશપ્રદેશમાં જાય, એમાં જેટલો કાળ લાગે તેને સમયાત્મક પર્યાય કહેવાય છે. એ સમયાનુરૂપ= સમયાત્મક જે ૫. એટલે પર્યાયો છે. તે પર્યાયો, કાલદ્રવ્યના પર્યાયો છે. એટલે તે પર્યાયોના ભાજનભૂત તે પર્યાયોના આધારભૂત જે દ્રવ્ય છે તે કાલદ્રવ્ય છે. અને તે અણુરૂપ છે. પણ સ્કંધરૂપ નથી. તેથી તે કાલાણુઓ કહેવાય છે. આવા પ્રકારના તે કાલાણુઓ એક એક આકાશપ્રદેશે એક એક કાલાણુ હોવાથી રૂમ કરતાં કરવાથી લોકાકાશના જેટલા આકાશપ્રદેશો છે. તેના જેટલા પ્રમાણવાળા આ કાલાણુઓ થાય છે.
આમ
=