Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૧૪
ઢાળ-૧૦ : ગાથા-૧૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
થઈ જાય છે. કાળદ્રવ્ય પણ આકાશથી ભિન્ન રહેલુ નથી. ચાર ક્ષેત્રવાળું અઢી દ્વીપ સંબંધી આકાશ જ પ્રકાશયુક્ત હોય ત્યારે દિવસ, અને અંધકાર સહિત હોય ત્યારે રાત્રિ કહેવાય છે. આમ કાળદ્રવ્ય પણ આકાશ રૂપ જ છે. ભિન્ન નથી.
તેથી કાળને ભિન્ન દ્રવ્ય માનવું ઉચિત નથી. આ કારણે જ તત્ત્વાર્થકારને ૫૩૮ સૂત્રમાં કહેવું પડ્યું છે કે કાલને અન્ય આચાર્યો દ્રવ્ય માને છે. પોતાની અરસિક્તા જણાવી છે. તેથી આ સૂત્ર અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી જોડવું જોઈએ. કાળને દ્રવ્ય માનવાની બાબતમાં આ રીતે સૂક્ષ્મદૃષ્ટિએ વિચારવા જેવું છે. ॥ ૧૭૪ || મંદગતિ અણુ યાવત સંચરઇ, નહપ્રદેશ ઈક ઠોર ।
તેહ સમયનો ૨ે ભાજન કાલાણું, ઇમ ભાષઈ કોઈ ઓર II સમક્તિ સૂકું રે ઇણિપરિ આદરો ॥ ૧૦-૧૪ ||
ગાથાર્થ— મંદ મંદ ગતિએ એક પરમાણુ એક નભપ્રદેશથી અન્ય (ઠોર) સ્થાને (એટલે કે અન્યઆકાશપ્રદેશે) યાવત્ સંચરે, તે સમયનું આધારભૂત જે દ્રવ્ય છે. તે કાલાણુ છે. એમ વળી કોઈ (ઓર) અન્ય આચાર્યો (દિગંબરો) કહે છે. ||૧૦-૧૪
ટબો- હવઈ-કાલવ્રવ્યાધિકારÛ દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ છઈ- “એક નભઃપ્રદેશનઇં ઠોર મંદગતિ, અણુ કહિÙ-પરમાણુ, જેતટલÛ સંચરÛ, તે પર્યાય સમય કહિઇં. તદનુરૂપ તે ૫ = કાલપર્યાય સમયનો ભાજન કાલાણુ કહિ. તે એકેક આકાશપ્રદેશઇં એકેક ઇમ કરતાં લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણુ હોઈ” ઈમ કોઈ ઓર ક. જૈનાભાસ દિગંબર ભાષŪ છ. ૩ાં ચ દ્રવ્યસંપ્રદે
रयणाणं રાસી ફવ, તે જાતાબૂ અસંહવ્વાળિ ॥ ૨૨ ॥ ॥ ૨૦-૨૪ ॥
વિવેચન– કાળને દ્રવ્ય માનવાની બાબતમાં જે બે અભિપ્રાય જણાવ્યા, તે શ્વેતાંબરામ્નાય પ્રમાણે જણાવ્યા. કેટલાક આચાર્યો વર્તનાપર્યાયને જ કાળ કહે છે. તેથી કાળ એ પર્યાયસ્વરૂપ છે. દ્રવ્યસ્વરૂપ નથી. પણ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઉપચરિત કાળદ્રવ્ય કહેલ છે. અને બીજા કેટલાક આચાર્યો જ્યોતિશ્ચક્રના ચારના આધારે સ્થૂલલોકવ્યવહારથી કાળને દ્રવ્ય માને છે. અને કોઈ વર્તનાદિમાં અપેક્ષાકારણ રૂપે પણ કાળને દ્રવ્ય માને છે. આ સકળી માન્યતાઓ શ્વેતાંબરસંપ્રદાયને અનુસારે જુદા જુદા નયની દૃષ્ટિથી જાણવી.