________________
૫૧૨
ઢાળ-૧૦ : ગાથા-૧૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ લોકવ્યવહારમાત્રથી, આ કાળ તે દ્રવ્ય છે આમ અચઆચાર્યોનો મત જાણવો. કાળને જેઓ દ્રવ્ય માને છે તે પણ અપેક્ષાકારણરૂપે કાળને દ્રવ્ય માનતા નથી. પણ પરત્વઅપરત્વ-નવત્વ-પુરાણત્વ આદિ ભાવો રૂપ પર્યાયો તથા વસ્તુની વર્તના વિગેરે રૂપ પર્યાયો જીવ-અજીવના પર્યાયો હોવાથી પારિણામિક ભાવે તે પ્રવર્તે છે. તેમાં કાળદ્રવ્ય અપેક્ષાકારણ નથી. જેમ ગતિ-સ્થિતિમાં અપેક્ષા કારણ રૂપે ધર્મ અધર્મ દ્રવ્યો છે. તેમ વર્તનાદિમાં અપેક્ષાકારણ રૂપે છઠ્ઠ કાલદ્રવ્ય છે. આમ નહીં. પરંતુ ચંદ્ર-સૂર્યાદિ
જ્યોતિશ્ચક્રના સંચારથી થતા રાત્રિ-દિવસ રૂપ કાળદ્રવ્ય સ્થૂલ એવા લોક વ્યવહાર માત્રથી જ સ્વતંત્ર દ્રવ્ય તરીકે સિદ્ધ છે. આમ તેઓનું કહેવું છે. એમ સમજવું. સારાંશ કે બીજા આચાર્યો કાળને દ્રવ્ય જરૂર માને છે. પરંતુ પરત્વ-અપરત્વ-નવત્વ-પુરાણત્વ અને વર્તના આદિ પર્યાયોમાં અપેક્ષાકારણ રૂપે તે દ્રવ્ય માનતા નથી. ફક્ત જ્યોતિશ્ચક્રના સંચારણથી પ્રસિદ્ધ એવું કાલદ્રવ્ય છે. અને તે લોકવ્યવહાર માત્રથી છે આમ માને છે.
__ अन्यथा वर्तनाऽपेक्षाकारणपणइं जो कालद्रव्य साधिई तो पूर्वापरादिव्यवहारविलक्षणपरत्वापरत्वादिनियामकपणइं दिग्द्रव्य पणि सिद्ध थाई.
પ્રશ્નઅન્ય આચાર્યો કાળને દ્રવ્ય માને છે. પરંતુ તે વર્તનાથપર્યાયમાં અપેક્ષાકારણ પણે ન માનતાં અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયથી માને છે. આમ પૂર્વે જે કહ્યું, તેમાં શું પ્રમાણ ? એટલે કે તે આચાર્યો અપેક્ષાકારણ પણે કાળને દ્રવ્ય માનતા નથી. આમ કહેવામાં પ્રમાણ શું? અપેક્ષાકારણપણે કાળને દ્રવ્ય માનતા હોય, આમ માનીએ તો શું દોષ આવે ? ગતિ-સ્થિતિમાં જેમ ધર્મ-અધર્મ દ્રવ્ય અપેક્ષાકારણ છે. તેમ વર્તનામાં કાળ દ્રવ્યને પણ અપેક્ષાકારણરૂપે તે આચાર્યો માનતા હોય એમ માનવામાં આવે તો શું બાધા આવે ?
ઉત્તર- અન્ય આચાર્યો કાળને અપેક્ષા કારણરૂપે દ્રવ્ય માનતા નથી પણ અપેક્ષાકારણ રહિતપણે લોકપ્રસિદ્ધ વ્યવહાર માત્રથી જ કાળને દ્રવ્ય માને છે. અન્યથા = જો એમ ન લઈએ અને વર્તનામાં અપેક્ષાકારણપણે કાળ એ દ્રવ્ય છે. આમ જો સાધીએ તો દિશા નામનું સાતમું દ્રવ્ય માનવાની પણ આપત્તિ આવે. તે આ પ્રમાણેપરત્વ અને અપરત્વે બે જાતનાં હોય છે. એક કાળકૃત અને બીજાં ક્ષેત્રકૃત, નાનામોટાનો જે વ્યવહાર છે. તે પરત્વ અને અપરત્વ કાળકૃત છે. તેવી જ રીતે નજીક અને દૂરનો જે વ્યવહાર થાય છે. તે ક્ષેત્રકૃતિ પરત્વ-અપરત્વ છે. એટલે કે દિશાકૃત પરત્વ અને અપરત્વ છે. તેથી નાના-મોટા આદિ રૂપ કાલકત જે પરવાપરત્વાદિ વ્યવહાર છે.