________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૩
૫૧૧
દ્રવ્યનો વર્તના સ્વરૂપ જે પર્યાય છે. તે જ કાળ છે. તતો નો થો વેવ તેથી તે કાલ એ ધર્મ જ છે. (અર્થાત્ પર્યાય) જ છે. આમ વિશેષણ વિશેષ્યથી છે. એટલે કે જે કાલદ્રવ્ય કહેવાય છે. તે જીવ-અજીવની વર્તના સ્વરૂપ ધર્મ છે. તે ધર્મસ્વરૂપ કાળ છે. વર્તતા અનંતી છે. તેથી કાલદ્રવ્ય અનંત છે. આ પ્રમાણે કાળ એ જ ધર્મ તે કાલધર્મ (કાળરૂપ પર્યાય છે.) કહેવાય છે.
વા નÆ જાતસ્સ લોર્નો (થમ્મો) અથવા બીજો મત કહે છે કે અન્ય આચાર્યોના મતે કાલનામના દ્રવ્યનો લોકમાં પ્રસિદ્ધ એવો જે ધર્મ (જેમ કે હેમન્તઋતુનો ધર્મ શીતકારિત્વ, ગ્રીષ્મઋતુનો ધર્મ ઉષ્ણકારિત્વ, વર્ષા ઋતુનો ધર્મ વૃષ્ટિકારિત્વ, ઈત્યાદિ કાળના જે ધર્મો તે કાલધર્મ કહેવાય છે. આમ ષષ્ઠી તત્પુરુષ સમાસ કરવો. એકમત વર્તના પર્યાયને જ કાલધર્મ કહે છે. બીજો મત કાલનામના દ્રવ્યના ધર્મને કાલધર્મ કહે છે. એટલે કે કાલ નામનું છઠ્ઠું સ્વતંત્ર દ્રવ્ય છે. તે વર્તનાપર્યાયમાં અપેક્ષા કારણ બને, તેવો તે કાલ દ્રવ્યનો ધર્મ છે. આમ ષષ્ઠીસમાસથી બીજો પક્ષ કહેલો છે. આ પ્રમાણે ધર્મસંગ્રહણીમાં ગાથા ૩૨માં બન્ને મતો કહેલા છે. વિશેષણસમાસથી પહેલો પક્ષ અને ષષ્ઠી સમાસથી બીજો પક્ષ જણાવેલ છે.
तत्त्वार्थ सूत्र पणि ए २ मत कहियां छइ "कालश्चेत्येके" ५-३८ इति वचनात्, बीजु मत ते तत्त्वार्थनइं व्याख्यानइं अनपेक्षितद्रव्यार्थिक नयनई मत कहिउं छई. स्थूल लोकव्यवहारसिद्ध ए कालद्रव्य अपेक्षारहित जाणवुं
તથા તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ પણ આ બન્ને મતો કહેલા છે. “વર્તના-પાિમ યિા-પરવાપરત્વે ચ તિર્થ” સૂત્ર ૫૨૨માં વર્તના પર્યાયને કાલ કહ્યો. અને “તત્વત: જાનવિમાન:” સૂત્ર ૪-૧૫માં કાલને દ્રવ્ય કહ્યું. ગ્રંથકારશ્રીનો પોતાનો અભિપ્રાય વર્તનાલક્ષણ પર્યાયને કાલ કહેવાનો છે. છતાં જ્યોતિષના ચારથી કાલવિભાગ થાય છે. આમ કહીને કાલને દ્રવ્ય જણાવ્યું છે.
=
કાળને દ્રવ્ય માનનારો બીજો મત તત્ત્વાર્થકારે ૫-૩૮માં જે લખ્યો છે. ત્યાં તેની ટીકામાં આવી સ્પષ્ટતા કરી છે કે કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય માને છે. પરંતુ તાસ તેઓનું વીનું - બીજા મતને માનનારૂં આ વાળ = વિધાન અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જ કહેલું જાણવું. એટલે કે ગતિ સ્થિતિ પર્યાયમાં જેમ ધર્મઅધર્મ દ્રવ્ય અપેક્ષાકારણ છે આમ કાળદ્રવ્ય પણ વર્તનામાં અપેક્ષાકારણ છે. એવું ન જાણવું. પરંતુ અનપેક્ષિત એટલે આવી અપેક્ષા રહિત, કેવળ પ્રસિદ્ધ એવા
=