________________
ઢાળ-૧૦ : ગાથા-૧૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ પ્રમાણે કોઈ ઓર = અન્ય આચાર્યો માને છે. અર્થાત્ જે દિગંબર સંપ્રદાય છે. તે આમ માને છે. તેઓ આવી ઘણી ઘણી બાબતો શાસ્ત્રને ઓળંગીને માનતા હોવાથી બહારથી કહેવાય છે જૈન, પરંતુ જિનેશ્વરની આજ્ઞાથી પર વર્તતા હોવાથી પરમાર્થથી જૈન નથી તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જૈનાભાસ” જૈનના જેવા દેખાતા એવા દિગંબરાચાર્યો આમ માને છે. આ બાબતમાં દિગંબરાસ્નાયનો સાક્ષીપાઠ આપતાં શ્રી નેમિચંદ્ર આચાર્યકૃત દ્રવ્યસંગ્રહની ગાથા લખે છે.
“જેમ રત્નોની રાશિ હોય, તેમ દ્રવ્યાત્મક અસંખ્યાતકાલાણુઓ છે”
૫૧૬
એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ વર્તે છે. એટલે લોકાકાશના પ્રદેશ પ્રમાણ કાલાણુઓ છે. લોકાકાશના જેટલા આકાશ પ્રદેશો છે. તેટલા કાલાણુઓ છે. તેઓ પરસ્પર જોડાતા નથી. રત્નોની રાશિ જેવા છે. રાઈના દાણા જેવા છે. રેતીના કણ જેવા છે પરસ્પર સંયોગ પામે છે. પણ એકમેક થઈને પિંડ રૂપે બનતા નથી. તેથી તે કાલાણુઓનો ધર્માસ્તિકાયાદિની જેમ પિંડ બનતો નથી, તેથી સ્કંધ થતો નથી, માટે અસ્તિકાય કહેવાતો નથી. પ્રદેશાન્તરમાં થતી પરમાણુઓની ગતિમાં સમય બતાવવાનું કામકાજ તે કરે છે જેમ ઘડીયાળ સમય જણાવે છે. તેમ કાલાણું સમય (કાળ-વખત) જણાવે છે. આવી માન્યતા દિગંબરાચાર્યોની છે. તેઓ કાળને વાસ્તવિક દ્રવ્ય માને છે. અને લોકાકાશના પ્રદેશે પ્રદેશે એક એક કાલાણુ છે. આમ કાળ એ વાસ્તવિક દ્રવ્ય છે. પણ આ કાળ ઔપચારિકદ્રવ્ય નથી. આમ તેઓનું કહેવું છે.
અહીં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ દિગંબરાસ્નાયનો મત જે લખ્યો છે તે, તથા તેની સાક્ષી માટે “યાળ રાસી વ, તે વ્હાલાજૂ અસંહાળિ જે ગાથા ટાંકી છે તે સિદ્ધાન્તચક્રવર્તી એવા શ્રી નેમિચંદ્રાચાર્યકૃત બૃહદ્રવ્યસંગ્રહમાં છે. તે ગાથા આ પ્રમાણે છે.”
दव्वपरिवट्टणरूवो जो सो कालो हवेइ ववहारो । परिणामादीलक्खो, वट्टणलक्खो य परमट्ठो ॥ २१ ॥ लोयायासपदेसे, इक्किक्के जे ठिया हु इक्किक्का ।
रयणाणं रासी इव, ते कालाणू असंखदव्वाणि ॥ २२ ॥
દ્રવ્યોના પરિવર્તન રૂપ જે કાલ છે તે વ્યવહારકાલ છે. તે કાલ, પરિણામાદિથી (પરિણામ-ક્રિયા-પરત્વ અને અપરત્વથી) લક્ષિત થાય છે. તથા વર્તનાથી જે લક્ષિત થાય છે તે પરમાર્થકાલ (નિશ્ચયકાલ) જાણવો. ॥ ૨૧ ||