________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૬
૫૧૯
વિવેચન– હજુ આ પ્રશ્નકાર દિગંબરમતને જ વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે- લોકાકાશના અસંખ્યપ્રદેશોમાં પ્રતિપ્રદેશે એક એક કાલાણુ હોવાથી જે અસંખ્યાત કાલાણુઓ છે. તે અનાદિકાળથી છે. અને અનંતકાળ સુધી રહેવાના છે. તેથી પૂર્વકાળમાં પણ તે હતા અને અપરકાળમાં પણ તે રહેવાના છે. આ પ્રમાણે આ સર્વે પરમાણુઓ ત્રિકાળવર્તી અનાદિ-અનંત છે. તેથી ત્રિકાલાશ્રયી પૂર્વાપરતા રૂપ ઉર્ધ્વતાપ્રચય તે કાલાણુઓમાં ઘટે છે. પરંતુ સ્કંધ ન બનતો હોવાથી ધર્માસ્તિકાયાદિની જેમ તિર્યપ્રચય સંભવતો નથી. આવા પ્રકારના કાલાણુઓ છે. તે દિગંબર પોતે પોતાની વાત સ્પષ્ટ કરે છે.
एह- कालाणुद्रव्यनो, उर्ध्वताप्रचय संभवई, जे माटइं जिम - मृद्द्रव्यनइं स्थास को कुशूलादि पूर्वापरपर्याय छइ तिम एहनई समय आवलि प्रमुख पूर्वापरपर्याय छई. पण खंधनो प्रदेश समुदाय एहनई नथी. ते भणी-धर्मास्तिकायादिकनी परिं तिर्यक्प्रचय नथी. ते माटई ज कालद्रव्य अस्तिकाय न कहिइं.
આ કાલાણુ દ્રવ્યોનો ઉર્ધ્વતાપ્રચય સંભવે છે. કારણ કે તે અનાદિ-અનંત હોવાથી ત્રિકાળવર્તી છે. એટલે તેઓ ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યકાળમાં પણ રહેવાના છે. તેથી તેનો કાળ આશ્રયી પૂર્વાપર પર્યાય સંભવે છે. જેમ કે એકનું એક માટી દ્રવ્ય, પહેલાં પિંડરૂપ હતું, પછી સ્થાસરૂપ બન્યું, પછી કોશ-કુશૂલ આદિ રૂપે બન્યું. તે સર્વેમાં પૂર્વાપરપર્યાયતા કાળાશ્રયી છે. તેમ કાલાણુઓમાં પણ પૂર્વાપર પર્યાયતા કાલાશ્રયી છે. તેથી જ આ કાલાણુઓને બુદ્ધિથી સાથે વિચારતાં (બુદ્ધિથી ત્રણે કાળના થોડાક થોડાક સમયોનો સમૂહ સાથે વિચારતાં) સમય, આવલિકા, ક્ષુલ્લકભવ, મુહૂર્ત દિવસ, પક્ષ ઈત્યાદિ પૂર્વાપરપર્યાય સંભવે છે. આ રીતે ઉર્ધ્વતાપ્રચય ઘટી શકે છે.
પરંતુ સ્કંધ થવા માટેનો જે પ્રદેશસમુદાય હોવો જોઈએ તે એહને (આ કાલાણુઓને) નથી. તે મળી = તે કારણે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના સ્કંધોની પેઠે તિર્યક્મચય આ કાલાણુઓને હોતો નથી. એટલે કે પ્રદેશો પરસ્પર જોડાઈને સ્કંધસ્વરૂપ બનતા હોય એવું તે કાલાણુઓમાં થતું નથી. જેમ રત્નરાશિનું પરસ્પર મીલન થતું નથી. તેમ આ કાલાણુઓનું પરસ્પર મીલન થતું નથી. તે માટે સ્કંધ નથી, સ્કંધ નથી એટલે પ્રદેશોનો સમુદાય નથી, અને પ્રદેશોનો સમુદાય નથી તે માટે કાળદ્રવ્યને અસ્તિકાય કહેવાતો નથી. અને અસ્તિકાય (પ્રદેશોનો પિંડ) ન હોવાથી તિર્યક્પ્રચય પણ નથી.