Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૦ : ગાથા-૧૩.
૫O
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઉપર સમજાવ્યા પ્રમાણે પરત્વ-અપરત્વ નવત્વ પુરાણત્વ આદિ જે પર્યાયો જીવપુગલદ્રવ્યોના છે. તે પર્યાયોની વર્તમાનું કોઈ ને કોઈ દ્રવ્ય અપેક્ષાકારણરૂપે હોવું જ જોઈએ. તેથી અપેક્ષાકારણ સ્વરૂપે ધર્માદિ દ્રવ્યોની જેમ જ કાલદ્રવ્ય પણ નિરૂપચરિતદ્રવ્ય છે. આમ સિદ્ધ કર્યું. તે ન માનીએ તો શું દોષ આવશે ? તે સમજાવે છે કે
સર્વે પણ જીવ-પુગલદ્રવ્યોનું જુદા-જુદા પર્યાયોમાં વર્તવાસ્વરૂપ વર્તનાપર્યાયનું સાધારણપણે અપેક્ષાકારણ સ્વરૂપે (કાળદ્રવ્ય જેવું) જો કોઈદ્રવ્ય ન માનીએ તો પછી ગતિ-સ્થિતિ અને અવગાહના પર્યાયોમાં પણ સાધારણપણે અપેક્ષાકારણરૂપે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશાસ્તિકાય દ્રવ્ય જે પહેલાં સિદ્ધ કર્યા, સમજાવ્યાં, ત્યાં પણ અવિશ્વાસ થઈ જાય. કારણકે વર્તનાપર્યાયમાં અપેક્ષાકારણભૂત કાળદ્રવ્યને ન માનવું અને ગત્યાદિમાં અપેક્ષાકારણભૂત ધર્માદિદ્રવ્યને માનવું આ ઉચિત નથી. ન્યાય નથી. એકને ન માનો તો બીજા સ્થાને પણ અવિશ્વાસ આવે જ. ધર્માદિ બીજા ત્રણ દ્રવ્યોને માનવામાં પણ અવિશ્વાસ ઉત્પન્ન થાય. તેથી અમારી આ વાત યુતિગ્રાહ્ય છે અર્થાત્ યુતિ યુક્ત છે. ગત્યાદિમાં અપેક્ષાકારણરૂપે જેમ ધર્માદિદ્રવ્યો છે. તેમ જ વર્તનાપર્યાયમાં અપેક્ષાકારણપણે કાળદ્રવ્ય છે. તે માટે કાળદ્રવ્ય નિરૂપચરિતદ્રવ્યપણે સિદ્ધ થાય છે આ રીતે યુક્તિથી અને શાસ્ત્રવચનથી કાળ એ નિરૂપચરિત દ્રવ્ય છે. આ સિદ્ધ હોવા છતાં “કાળદ્રવ્ય એ વાસ્તવિક દ્રવ્ય નથી, પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઉપચરિતદ્રવ્ય છે. આ વાત ભગવંતની આજ્ઞાથી સ્વીકારી લેવી જોઈએ” આમ કહીને તમે કાળને ઉપચરિત દ્રવ્ય જે સમજાવો છો અને તમારી તે વાત માત્ર આજ્ઞાગ્રાહ્ય કહીને સ્વીકારી લેવાનું કહો છો. પરંતુ તેનાથી મનને સંતોષ કેમ થાય ? યુક્તિથી અને શાસ્ત્ર પાઠથી જે અર્થ સિદ્ધ થતો હોય તેને છોડીને યુનત્યાદિથી સિદ્ધ ન થતા અર્થને આજ્ઞા ગ્રાહ્ય કહીને બળાત્કારે સ્વીકાર કરાવવાથી મને સંતોષ પામતું નથી. તેથી કાળને નિરૂપચરિતદ્રવ્ય માનીને ૬ દ્રવ્યો છે આમ કહેવું જોઈએ. આવું બીજા કેટલાક આચાર્યો કહે છે. # ૧૭૩ / ધર્મસંગ્રહણી રે એ દોઈ મત કહિયા, તત્ત્વારથમાં રે જાણિ / અનપેક્ષિત દ્રવ્યાર્થિકનાં મતે, બીજું તાસ વખાણિ /
સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો એ ૧૦-૧૩ / ગાથાર્થ– ધર્મસંગ્રહણીમાં બને મત જણાવ્યા છે. તથા તત્ત્વાર્થસૂત્રમાં પણ બન્ને પક્ષો જણાવ્યા છે. ત્યાં અનપેક્ષિત દ્રવ્યાર્થિકનયના મતે બીજો પક્ષ સ્વીકારવાનું વખાણેલું (કહેલું) છે.