Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૦૮ ઢાળ-૧૦ : ગાથા-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ તથા પ્રથમ જન્મેલાને પરત્વ (મોટાપણું), પાછળ જન્મેલાને અપરત્વ (નાનાપણું), પ્રથમ આવેલી વસ્તુમાં પુરાણત્વ (જુનાપણું) અને પાછળથી આવેલી વસ્તુમાં નવત્વ (નવાપણું) ઇત્યાદિ વ્યવહારો પણ જગતમાં થાય છે. તેથી જેમ ગતિ-સ્થિતિ પર્યાયો જીવ-પુગલદ્રવ્યના પોતાના છે. પરંતુ તેમાં અપેક્ષાકારણ ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય છે. તેવી જ રીતે જીવ-પુદ્ગલોમાં થતા પરત્વ-અપરત્વ-નવત્વ અને પુરાણત્વ વિગેરે ભાવોની (પર્યાયોની) પરિસ્થિતિ જે થાય છે. તે જીવ-પુગલદ્રવ્યના પોતાના જ પર્યાયો છે. પરંતુ તેમાં અપેક્ષા કારણરૂપે આ કાલદ્રવ્ય છે. અને તે મનુષ્યલોકમાં જ છે. પરત્વ-અપરત્વ આદિ પર્યાયો જીવ-પુગલમાં જ થાય છે. તેમાં અપેક્ષાકારણ આ કાળદ્રવ્ય છે.
મનડું વિષણું = જીવ-પુદ્ગલ આદિ અર્થો (પદાર્થો) સમસ્ત ચૌદ રાજલોકવ્યાપી ભલે છે. પરંતુ સમસ્તલોકવ્યાપી એવા પણ જીવ-પુગલ આદિ અર્થોને વિષે (પદાર્થોને વિષે) નવા-જુનાપણાના પર્યાયોમાં અપેક્ષાકારણરૂપે સિદ્ધ થતું અને સૂર્યાદિની ગતિક્રિયાના ઉપનાયકપણે (આધારપણે) સાબીત થતું જે દ્રવ્ય છે. (એટલે કે જે કાળ દ્રવ્ય છે) તે “ચારક્ષેત્રપ્રમાણ” એટલે કે અઢીદ્વીપ પ્રમાણ જ માનવું જોઈએ. સહાય લેનારાં જીવપુદ્ગલ દ્રવ્યો ભલે સમસ્ત લોકમાં હોય, પરંતુ સહાય આપનારૂ અપેક્ષાકારણભૂત આ કાલદ્રવ્ય તો ચારક્ષેત્ર પ્રમાણ જ છે. તે માટે આવું એક કાલદ્રવ્ય પણ અવશ્ય સ્વીકારવું જોઈએ. માનવું જ જોઈએ. પરત્વ-અપરત્વ આદિ પર્યાયોમાં અપેક્ષાકારણભૂત એવું આ કાલદ્રવ્ય સ્વીકારો તો જ શ્રી ભગવતી સૂત્રમાં જે છ દ્રવ્યો કહ્યાં છે. તે પાઠનું વચન સંગતિને પામે. ત્યાં કહ્યું છે કે
હે ભગવાન્ ! દ્રવ્યો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યો કહેલાં છે. “૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ઈત્યાદિથી આરંભીને યાવત્ કાળદ્રવ્ય સુધીનાં છ દ્રવ્યો છે” આ શાસ્ત્ર વચન તો જ પ્રમાણ ગણાય, તો જ સંગત થાય કે જો આપણે કાળ દ્રવ્યને પણ અપેક્ષાકારણરૂપે વાસ્તવિક દ્રવ્ય સ્વીકારીએ તો. તે માટે તે કાળદ્રવ્યનું દ્રવ્યપણે જે વ્યાખ્યાન (વિધાન-કથન) છે. તે નિરૂપચરિત દ્રવ્યપણે જ કથન ઘટે છે. માટે છએ દ્રવ્યોને પારમાર્થિકપણે જ દ્રવ્ય તરીકે સ્વીકારવાં જોઈએ. ઉપચારથી દ્રવ્ય માનવાની જરૂર નથી પરંતુ નિરુપચરિત વાસ્તવિક–પારમાર્થિક દ્રવ્ય છે.
अनइं वर्तनापर्यायनुं साधारण अपेक्षाद्रव्य न कहीइं, तो गतिस्थित्यवगाहनासाधारणापेक्षाकारणपणइं धर्माधर्माकाशास्तिकाय सिद्ध थया, तिहां पणि अनाश्वास आवइं. अनइं ए अर्थ युक्तिग्राह्य छइ, ते माटई केवल आज्ञाग्राह्य कही, पणि किम સંતોષ થરાખું ? ૨૦-૨૨