Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૨
૫૦૭ ગાથાર્થ- બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે જ્યોતિષચક્રના ચારથી (ફરવાથી) તે કાળદ્રવ્યની સ્થિતિ=વિદ્યમાનતા સિદ્ધ થાય છે. અને આ કાળદ્રવ્ય એ અપેક્ષાકારણરૂપ દ્રવ્ય છે. ભગવતીજી સૂત્રમાં છ દ્રવ્યોની સંખ્યાની ભાસ (વિધાન) છે. || ૧૦-૧૨ છે.
ટબો- બીજા આચાર્ય ઈમ ભાષઈ છઈંજે જ્યોતિશ્ચક્રનાઇ ચારઇ પરત્વ અપરત્વ નવ પુરાણ આદિ ભાવસ્થિતિ છઇં. તેમનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઇં, અર્થનઇ વિષઇ. સૂર્યક્રિોપનાયકદ્રવ્ય ચારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટ, તે માટઇં-એહવું કાલદ્રવ્ય કહિદં તો જ શ્રી ભગવતીસૂત્રમાંહિ “વરૂ જ અંતે ! ટુલ્લા પUU/ત્તા ? નોયની ! છવ્વી પUUત્તા- સ્થિalગાવ અદ્ધા સમ એ વચન છઇં. તેહનું નિરૂપચરિત વ્યાખ્યાન ઘટઇં. અનઇ વર્તનાપર્યાયનું સાધારણ અપેક્ષાદ્રવ્ય ન કહીઇ. તો ગતિસ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઇ ધમધમ્મકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઇં. અનઇ એ અર્થ યુક્તિગ્રાહય છઇ. તે માટઇ કેવલ આજ્ઞા ગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઇ ? II ૧૦-૧૨ |
વિવેચન- નિશ્ચયનયની પ્રધાનદૃષ્ટિવાળા કેટલાક આચાર્યો પૂર્વ ગાથામાં સમજાવ્યું તેમ કાળ એ પારમાર્થિકદ્રવ્ય નથી પરંતુ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર હોવાથી ઉપચરિતદ્રવ્ય છે. આમ કહે છે. જ્યારે બીજા કેટલાક આચાર્યો કે જે વ્યવહારનયની પ્રધાન દૃષ્ટિવાળા છે. તેઓ કાળ એ પણ એક સ્વતંત્રદ્રવ્ય છે. પારમાર્થિકદ્રવ્ય છે. આમ કહે છે. તે માન્યતા ગ્રંથકારશ્રી સમજાવે છે.
बीजा आचार्य इम भाषई छई- जे ज्योतिश्चक्रनइं चारइं परत्व अपरत्व नव पुराणादि भावस्थिति छइं. तेहy अपेक्षाकारण मनुष्यलोकमां कालद्रव्य छइं, अर्थनई विषई. सूर्यक्रियोपनायकद्रव्य चारक्षेत्रप्रमाण ज कल्पवू घटइं, ते माटइं-एहवं कालद्रव्य कहिइं. तो ज श्रीभगवतीसूत्रमाहि- "कइणं भंते ! दव्वा पण्णत्ता ? गोयमा ! छद्दव्वा पण्णत्ताधम्मत्थिकाए जाए अद्धासमए" ए वचन छइ. तेह- निरूपचरित व्याख्यान घटइं.
બીજા કેટલાક આચાર્યો કાળને પારમાર્થિક દ્રવ્ય કહે છે પણ ઉપચરિતદ્રવ્ય કહેતા નથી. તેઓનું કહેવું એવું છે કે અઢીદ્વીપ પ્રમાણ જે મનુષ્યલોક છે તેમાં સૂર્યચંદ્ર આદિ જ્યોતિશ્ચક્ર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા મેરૂપર્વતને પ્રદક્ષિણા કરતા ફર્યા કરે છે. તેથી તેને ચરજ્યોતિષ કહેવાય છે. તેના કારણે રાત્રિ-દિવસ, માસ, પક્ષ, અને વર્ષ વિગેરે કાળના વિભાગો બને છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે- એપ્રક્ષા नित्यगतयो नृलोके ४-१४ । तत्कृतः कालविभागः ४-१५ । (PI) ૧૦