Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૧૧
૫૦૫ ते माटिं-जीवाजीवद्रव्य, जे अनंत छई, तेहना वर्तना पर्याय भणी ज कालद्रव्य સૂત્ર અનંત હાં નાખવાં છે ૨૦-૨૦ છે
ઉપર કહેલ ઉત્તરાધ્યયનસૂત્રના પાઠનું આલંબન લઈને બીજા શાસ્ત્રોમાં (પ્રશમરતિ શ્લોક ૨૧૪માં) પણ કહ્યું છે કે “૧. ધર્મદ્રવ્ય, ૨. અધર્મદ્રવ્ય, અને ૩. આકાશ દ્રવ્ય આ ત્રણ દ્રવ્યો એક એક છે. તેનાથી પછીનાં ૩ દ્રવ્યો અનંતા છે.” તે માટે જીવ અને અજીવ જે દ્રવ્યો છે તે અનંતાં છે. તે દ્રવ્યોની વર્તના પર્યાયો અનંતી છે. તે ભણીને જ એટલે કે તે અનંતી પર્યાયોને આશ્રયીને જ સૂત્રની અંદર કાળદ્રવ્ય અનંતાં કહેલાં છે આમ જાણવું. આ રીતે કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવદ્રવ્યોની તે તે પર્યાયની વર્તના સ્વરૂપ કાળ છે. # ૧૭૧ જીવ અજીવ જ સમયઈ તે કવિઓ, તિણિ કેમ જુદો રે તેહ / એક વખાણઈ રે ઈસ્યુ આચારય, ધરતા શ્રુતમતિરેહ /
સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો ને ૧૦-૧૧ II ગાથાર્થ- સમયમાં (આગમમાં) તે કાળને જીવ-અજીવ રૂપ જ કહેલો છે. તે કારણે તે કાળને જુદો કેમ કહેવાય ? શાસ્ત્રોથી સંસ્કારિત થયેલી બુદ્ધિની ધારાને ધારણ કરનારા એક આચાર્ય આમ કહે છે. તે ૧૦-૧૧ છે
ટબો- કંઠથી પણિ સૂત્રઈ જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં છઇ. તે દેખાઇ છઇં.- સમયઇ ક. સૂત્રઇ, તે કાલ જીવ અજીવ રૂપ જ કહિઉં છઇં. તેણઇ કારણઇ જુદો-ભિન્નદ્રવ્યરૂપ કિમ કહિછે ? તથા વો નીવામિનલિ–
"किमयं भंते ! कालो त्ति पवुच्चइ ? गोयमा ! जीवा चेव अजीवा चेव त्ति"
એક આચાર્ય ઈમ કાળ દ્રવ્ય વખાણઇ છઇ, ચૂં કરતા ? સિદ્ધાંતપાઠ અનુસારઇ શુભમતિની રેખા ધરતા. || ૧૦-૧૧ |
વિવેચન- નિશ્ચયનયની દૃષ્ટિએ કાળ એ સ્વતંત્ર દ્રવ્ય નથી જ. પરંતુ જીવ અને અજીવ દ્રવ્યોની જુદા-જુદા પર્યાયોની વર્તનાલક્ષણ છે. એટલે પર્યાયસ્વરૂપ છે. તેમાં દ્રવ્યનો ઉપચાર કરાય છે. માટે ઉપચરિતદ્રવ્ય છે આ જ વાત ગ્રંથકારશ્રી જીવાભિગમનો સાક્ષિપાઠ આપીને સમજાવે છે