________________
૫૦૪
ઢાળ-૧૦ : ગાથા-૧૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
છે. તેથી તે ઉપચરિત દ્રવ્ય કહેવાય છે. જેમ કે કડુ-કુંડલ એ સુવર્ણદ્રવ્યના પર્યાય છે. તે બન્ને પર્યાયમાં સુવર્ણ દ્રવ્ય સદા ધ્રુવ હોવાથી દ્રવ્ય કહેવાય છે. પરંતુ પરમાર્થથી સુવર્ણ એ પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનો એક પર્યાય જ છે. ખરેખર તો સુવર્ણ એ દ્રવ્ય નથી, પુદ્ગલ એ દ્રવ્ય છે. છતાં અનાદિકાલીન આ ઉપચારને અનુસરીને સુવર્ણપર્યાયમાં દ્રવ્યપણાનો ઉપચાર થયેલ છે. તેથી સુવર્ણદ્રવ્ય કહેવાય છે. તેવી રીતે જીવ અને અજીવરૂપ સમસ્ત દ્રવ્યોની ભિન્ન ભિન્ન પર્યાયોમાં જે વર્તના છે. તે વર્તના લક્ષણ એ જ કાળ છે. વર્તના એ પર્યાય સ્વરૂપ હોવાથી કાળ એ પણ પર્યાયસ્વરૂપ જ છે. ફક્ત તેમાં દ્રવ્યનો ઉપચાર કરાયેલો છે. તેથી કાળ એ (ઉપચરિત) દ્રવ્ય કહેવાય છે. अत एव पर्याय द्रव्याभेदथी अनंतकालद्रव्यनी भाल उत्तराध्ययनई छई. तथा च सूत्रम् -
धम्मो अधम्मो आगासं, दव्वमिक्किक्कमाहियं ।
અનંતાનિ ય વ્વાળિ, જાતો પુષ્પનનંતવો ॥ ૨૮-૮ ॥
આ કારણથી જ પર્યાયમાં દ્રવ્યનો અભેદ હોવાના કારણે એટલે કે દ્રવ્યપણાનો ઉપચાર કરવાથી કાળ અનંત છે. જીવ અને અજીવ દ્રવ્યો અનંતા છે. તેના પર્યાયો પણ અનંતા છે. તે સમસ્તપર્યાયોની વર્તના પણ અનંતી છે. તેથી તે વર્તના લક્ષણવાળા પર્યાયમાં દ્રવ્યનો અભેદોપચાર કરવાથી “અનંતકાળદ્રવ્ય” છે તેની ભાલ (તેનુ વિધાનકથન) ઉત્તરાધ્યયનસૂત્રને વિષે કરેલું છે. તે ઉત્તરાધ્યયનસૂત્રનો પાઠ આ પ્રમાણે છે—
૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો એક એક કહેલાં છે. અને કાળ, પુદ્ગલ, જીવ, આ ત્રણ દ્રવ્યો અનંતાં કહેલાં છે.
આ પાઠમાં કાળ અનંત જે કહ્યો છે. તે જીવ-અજીવના પર્યાયો અનંત હોવાથી તેની વર્તના પણ અનંતી છે. માટે વર્તનાલક્ષણ પર્યાયમાં કાળદ્રવ્યનો ઉપચાર કરેલ છે. તેથી કાળ અનંત કહેલ છે. જો કાલાણુઓ નામનું કાલદ્રવ્ય વાસ્તવિક હોત તો લોકાકાશના પ્રદેશો અસંખ્ય હોવાથી અને પ્રતિપ્રદેશે કાલાણુ માનીએ તો પણ અસંખ્ય જ કાલાણુ થાય પરંતુ અનંત કાલાણું ન થાય, તે માટે કાળદ્રવ્યને ઉપચરિત દ્રવ્ય જ માનવું જોઈએ. પરંતુ કાલાણુરૂપે વાસ્તવિક કાલદ્રવ્ય માનવું જોઈએ નહીં. તેને પારમાર્થિક દ્રવ્ય માની લેવું તે સૂત્રાનુસાર નથી. પણ ઉત્સૂત્ર છે.
एतदुपजीव्यान्यत्राप्युक्तम्
धर्माधर्माकाशाद्येकैकमतः परं त्रिकमनन्तम् ॥ इति ॥