________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૦.
૫૦૩ ઉપચરિત દ્રવ્ય છે. અને બીજી વિચારધારા આવી છે– વ્યવહારનયની દૃષ્ટિએ ચંદ્રસૂર્યાદિ જ્યોતિશ્ચક્રના ચારને (ફરવાને) લીધે થતા રાત્રિ-દિવસરૂપ સ્થૂલકાળ અને સમયાત્મકરૂપ સૂમકાળદ્રવ્ય છે. આ બધી વિચારધારાઓમાં અહીં પ્રથમ નિશ્ચયનયથી શ્વેતાંબરપરંપરાની વાત જણાવે છે.
કાળ એ પરમાર્થથી એટલે કે વાસ્તવિકપણે દ્રવ્ય છે જ નહીં. ચૌદ રાજલોકપ્રમાણ સમસ્તલોકાકાશમાં ક્યાંય પણ અણુરૂપે કે સ્કૂલરૂપે કાળનામનું સ્વતંત્ર દ્રવ્ય નથી જ. તો પ્રશ્ન થાય છે કે જો આ કાળ એ દ્રવ્ય ન હોય તો આ કાળ છે શું ? તેનો ઉત્તર આપે છે કે “કાળ એ સર્વદ્રવ્યોનો વર્તનાલક્ષણ પર્યાય જ છે.” કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાયરૂપે જે વર્તના (વર્તવું-તે તે પર્યાયમાં રહેવું) એ જ કાળ છે. જેમ કે કોઈ જીવ, મનુષ્યપણે જન્મ્યો અને ૧૦૦ વર્ષ જીવ્યો. તે જીવનું મનુષ્યપણે વર્તવું એ જ તેનો કાળ છે. તેનું માપ સૂર્યચંદ્રના ચારથી થયું. કોઈએ સામાયિક લીધું. તે જીવનું “સામાયિકપર્યાયમાં” જે વર્તવું તે કાળ છે. ઘડીયાળ એ માપવાનું સાધન છે. સામાયિક લીધા પછી ઘડીયાળમાં જોતાં ૮ વાગ્યા હોય તો સામાયિક ૮-૪૮ પુરૂ થાય. પરંતુ ૮-૧૫ થયા અને ઘડીયાળ ધારો કે બંધ થઈ ગઈ. તો કોઈ કારીગર આવીને ઘડીયાલ ચાલુ ન કરે અને તે ઘડીયાળમાં ૮-૪૮ ન થાય ત્યાં સુધી સામાયિક સમાપ્ત થતું નથી એમ નહીં. એવી જ રીતે ઘડીયાળ ઝટપટ ચાલતી હોય અને ૨૦ મીનીટના કાળમાં જ ૪૮ મીનીટ દેખાડતી હોય તો તે ઘડીયાળમાં ૮-૪૮ દેખાઈ જાય તો પણ સામાયિક સમાપ્ત ન થાય. એટલે કે ઘડીયાલમાં જણાવાતો સમય એ કાલ નથી. પરંતુ આ જીવનું સામાયિકપણાના પર્યાયમાં વર્તવું એ જ સાચો કાળ છે. કોઈ એક મકાન બંધાયું. તેની જગતમાં જે વર્તના, એ જ મકાનનો કાળ પર્યાય છે. તેને સૂર્યના ચારથી માપતાં ૫૦100 ઈત્યાદિ વર્ષો થાય છે. આ રીતે સર્વે પણ દ્રવ્યોની તે તે પર્યાયોમાં જે વર્તના (વર્તવું હોવું થવું-રહેવું) તેને કાળ કહેવાય છે. “પર્યાયમાં વર્તવું” એ જ કાળ છે. તેથી કાળ એ પર્યાય રૂપ છે. દ્રવ્યરૂપ નથી.
પ્રશ્ન- જો કાળ એ વર્તનાલક્ષણ (વર્તના સ્વરૂપ) પર્યાય જ છે અને દ્રવ્ય નથી. તો આ જ ઢાળની ત્રીજી ગાથામાં દુ દ્રવ્યોમાં કાળને દ્રવ્ય કેમ કહ્યો ?
ઉત્તર– તે કાળદ્રવ્ય પર્યાયસ્વરૂપ જ છે. પરંતુ તે પર્યાયને વિષે અનાદિકાલથી થતા દ્રવ્યના ઉપચારને અનુસરીને પર્યાયને પણ દ્રવ્ય કહેવાય છે.” અર્થાત્ કાળ એ વાસ્તવિક દ્રવ્ય નથી પરંતુ પર્યાય રૂપ જ છે. છતાં પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરાય