________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૦
૫૦૧ તો તે નહી જ મનાય. તથા અલોકના આગલા છેડે જીવ-પુદગલ માનો તો તેઓને ગતિ-સ્થિતિમાં સહાયક ધર્મ-અધર્મ આદિ દ્રવ્યો માનતાં બીજો લોક જ માનવાનો રહ્યો. અને આવા પ્રકારનો બીજો લોકાકાશ હોય આવું શાસ્ત્રોમાં ક્યાંય આવતું નથી. માટે અલોકાકાશને આગલા છેડે જીવ-પુદ્ગલ જેવાં કોઈ દ્રવ્યો કે દ્રવ્યોવાળો લોક તો નથી.
હવે જો એમ કહો કે અલોકાકાશને છેડે બીજું નવું એક આકાશ દ્રવ્ય છે. તો આ વિવક્ષિત અલોકાકાશરૂપ જે આકાશ છે તે, અને આ નવું જે પાછળ આકાશ માન્યું. તે શું એક છે કે ભિન છે ? જો એક જ હોય તો તે અન્ય દ્રવ્ય રૂપ નથી તેથી આ અલોકાકાશનો અંત થયો કેમ કહેવાય ? તથા તે નવું આકાશ ભિન્ન હોય તો તે નવું આકાશ પણ સાવધિક છે કે નિરવધિક છે ? જો સાવધિક છે. એમ કહો તો તે નવા આકાશની અવધિ ક્યાં ? અને કોનાથી થઈ ? અર્થાત્ તેની પછી આગળ કયું દ્રવ્ય આવ્યું કે જેથી આ આકાશની અવધિ ગણાય ? આમ નવા નવા આકાશની કલ્પના કરો તો અનવસ્થા જ આવે. અને જો તે કલ્પલા નવા આકાશને નિરવધિક માનો તો આ વિવક્ષિત અલોકાકાશને જ નિરવધિક માનવામાં શું દોષ આવે ? અને જો આ કલ્પેલું નવું આકાશ આ અલોકાકાશથી ભિન નથી એક છે. આમ જો કહો તો તે અન્ય દ્રવ્ય રૂપ નથી. તેથી વિવક્ષિત અલોકાકાશની અવધિ સ્વરૂપ કેમ બને ? આમ અનેક પ્રશ્નો ઉભા થાય છે. છેવટે તેનો કંઈ જ ઉત્તર આવે નહીં. તેથી માવાસ્વપૂરું = અલોકાકાશના છેડે “નવા આકાશનો એક ભાગ છે. તે સ્વરૂપે તવંતપણું = અલોકાકાશનું અંતપણું માનતાં” આકાશનો અંત આકાશથી જ થાય આમ વદતોવ્યાઘાત દોષ આવે. કારણ કે બોલો છો કે આકાશનો અંત આવ્યો. પરંતુ તેની પાછળ પણ આકાશ જ માન્યું. આ રીતે વદતોવ્યાઘાત થયો. આકાશની પછી જો આકાશ જ આવતું હોય તો આકાશનો અંત થયો એમ કહેવાનો કોઈ અર્થ જ નથી. અને આકાશ વિનાનાં શેષ પાંચ દ્રવ્યો તો અલોકના છેડે ક્યાંય છે જ નહીં કે જેથી અલોકનો અંત આવ્યો એમ કહેવાય તે માટે અલોકાકાશ અનંત જ છે. આમ જાણવું. I ૧૭૦ || વર્તણ લક્ષણ સર્વ દ્રવ્યહ તણો, પજવ, દ્રવ્ય ન કાલ ! દ્રવ્ય અનંતની રે દ્રવ્ય અભેદથી, ઉત્તરાધ્યયનઇ રે ભાલ |
સમક્તિ સૂવું રે ધણીપરિ આદરો / ૧૦-૧૦ ||