________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૯
૪૯૯ કોઈક ઈમ કહચઈ જે “જિમ લોકનઇ પાસઇ અલોકનો છેક છઈ, તિમ આગઈ પણિ હુચઈ,” તેહનઈ કહિઈ જે “લોક તો ભાવરૂપ છઇં, તે અવધિ ઘટઈ, પણિ આગઈ કેવલ અભાવનઇ અલોકાવધિપણું કિમ ઘટછે ? શશશૃંગ કુણનું અવધિ હોઈ ? અનઇ જો ભાવરૂપે અંત માનિઇ, તો તે અન્યદ્રવ્યરૂપ નથી, આકાશદેશસ્વરૂપનઇ તો તદતપણું કહેતાં “વવ્યાયાત હોઈ" તે માટઇં અલોકાકાશ અનંત જાણવઉં. ૧૦-૯ |
વિવેચન- આકાશાસ્તિકાયના જે લોક અને અલોક આમ બે ભેદ પહેલાંની ગાથામાં કહ્યા છે. તે હવે સમજાવે છે
धर्मास्तिकायादिकस्युं संयुत जे आकाश, ते लोक छइ. ते धर्मास्तिकायादिकनो जिहां वियोग छइ, ते अलोकाकाश कहिइं. ते अलोकाकाश निरवधि छइं. एतावतातेहनो छेह नथी.
ધર્માસ્તિકાયાદિ શેષ પાંચે દ્રવ્યોથી સંયુક્ત એવું જે આકાશ છે તે લોક કહેવાય છે. એટલે કે લોકાકાશ છે. અને તે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોનો જ્યાં વિયોગ છે. તે અલોકાકાશ કહેવાય છે. આ રીતે આકાશદ્રવ્ય સર્વક્ષેત્રવ્યાપી સળંગ એક અખંડ દ્રવ્ય જ છે. તો પણ તેના અન્ય પાંચ દ્રવ્યોના સંયોગે અને વિયોગે લોક-અલોકના નામે ૨ ભેદ કહ્યા છે. તથા વળી આ અલોકાકાશ નિરવધિક છે. એટલે અલોકાકાશનો છેડો નથી. પરંતુ લોકાકાશ સર્વ બાજુથી સાવધિક છે. જે ચૌદરજ્જુ પ્રમાણ ઉપર નીચે મળીને લંબાઈ છે. મધ્યમાં એક રાજ પહોળાઈ છે. વધતી વધતી નીચે સાત રાજ પહોળાઈ થાય છે. અને ઉપર પણ બ્રહ્મદેવલોક સુધી વધતી વધતી પાંચ રાજ પહોળાઈ, ત્યાંથી ઘટતી ઘટતી ઉપર એક રાજ પહોળાઈ છે. ઈત્યાદિ રૂપે લોકાકાશ અવધિવાળો છે. પરંતુ અલોકાકાશ અનંત હોવાથી પાછળ તેની અવધિ હોતી નથી. (છેડો હોતો નથી)
कोइक इम कहस्यइ जे "जिम लोकनई पासई अलोकनो छेह छइ, तिम आगइ पणि हुस्सइ." तेहनई कहिइं जे "लोक तो भावरूप छई, ते अवधि घटइ, पणि आगइं केवल अभावनइं अलोकावधिपणुं किम घटइं? शशशृंग कुण, अवधि होइ ? अनइं जो भावरूपें अंत मानिइं. तो ते अन्यद्रव्यरूप नथी, आकाशदेशस्वरूपनइं तो तदंतपणुं कहतां "वदद्व्याघात होइ' ते माटई अलोकाकाश अनंत जाणवलं. ॥ १०-९ ॥