________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૮
૪૯૭ આ બાબતમાં ન્યાયદર્શનના અનુયાયી વર્ધમાન નામવાળા પંડિતજી આદિ કોઈ કોઈ દર્શનકારો કંઈક જુદુ કહે છે. પરંતુ તેઓનું જે કથન છે. તે નિર્દોષ નથી. આમ જણાવવા માટે ગ્રંથકારશ્રી પ્રથમ તેઓનો (વર્ધમાનોપાધ્યાયનો) મત ટાંકતાં કહે છે કે
તે તે દેશના ઉદ્ઘભાગથી યુક્ત એવો જે મૂર્તિપદાર્થનો અભાવ વિગેરે છે. એટલે કે મૂર્તિપદાર્થ એવા પક્ષીનો અભાવ અને પક્ષીનો ભાવ જે છે તે વડે જ (અહીં વિગેરે” શબ્દથી એક ભાગમાં મૂર્તિનો અભાવ અને બીજા ભાગમાં મૂર્તિનો ભાવ, આ બે વડે જ) “દ પક્ષી નેદ પક્ષી"ના વ્યવહારો સિદ્ધ થઈ જ જાય છે. તેમાં આકાશદ્રવ્ય માનવાની કંઈ જરૂર નથી. આમ જે વર્ધમાનઋષિ આદિ કોઈ કોઈ દર્શનકારો જે કંઈ કહે છે તે નિર્દોષ નથી. અર્થાત્ દોષિત છે. તેઓનું કહેવું એવું છે કે તે તે દેશવાળા ભાગમાં મૂર્તિવસ્તુઓના અભાવ અને મૂર્તવસ્તુઓના ભાવ વડે જ “દ પક્ષી ને પક્ષી” આ વ્યવહાર સિદ્ધ થઈ જ જાય તેમ છે. તો પછી આકાશદ્રવ્ય માનીને ગૌરવ કરવાની શી જરૂર ? આકાશદ્રવ્ય વિના પણ આ વ્યવહાર તે તે ઉર્ધ્વ ભાગમાં રહેલા મૂર્તવસ્તુઓના અભાવ અને મૂર્ત વસ્તુઓના ભાવ વડે જ સંગત કરી શકાય છે.
નાનવધર્ તેઓની આ વાત નિર્દોષ નથી, પરંતુ દોષવાળી છે. તે આ પ્રમાણે– ઉદ્ઘભાગાદિમાં જે મૂર્તિ (પક્ષી) પદાર્થનો અભાવાદિ સંબંધી વ્યવહાર થાય છે. તારા = તે વ્યવહાર અમાવનિષ્ઠત્વેર = અભાવ આદિ સંબંધી છે. એટલે કે તેનાથી તો અભાવની અને ભાવની સિદ્ધિ થાય છે મૂર્ત પદાર્થના (પક્ષીના) અભાવને અને પદાર્થના (પક્ષીના) ભાવને સૂચવનારો તે વ્યવહાર છે. જ્યારે રૂદ શબ્દથી તો તેના આધારભૂત એવા કોઈ પદાર્થનો ભાવાત્મકપણે અનુભવ થાય છે. તેથી જો આકાશ દ્રવ્ય ન માનીએ તો રૂદ શબ્દથી અનુભવાતા એવા આધારાશાત્મક દ્રવ્યનો અપલોપ થઈ જવાનો પ્રસંગ આવે. મૂર્તાિભાવાદિ જે વ્યવહાર થાય છે. તે અભાવાત્મકવિષયક છે એટલે કે મૂર્તિ પદાર્થના અભાવને અને ભાવને સૂચવનારો છે. પરંતુ તેના આધારાંશને સૂચવનારો નથી. જ્યારે રૂદ શબ્દથી અનુભવાતો પદાર્થ આધારરૂપે જણાય છે. અને તે કેવલ એકલા ભાવાત્મક પણે જ જણાય છે. જેમ આ ભૂતલ ઉપર ઘટાભાવ છે. અહીં ઘટાભાવનો જે વ્યવહાર છે તે અભાવવિષયક હોવાથી કોઈ પદાર્થરૂપ નથી. તેને ભૂતલ કેમ મનાય ? અને જો એમ માનીએ તો ચક્ષુથી સાક્ષાત્ અનુભવાતું અને આધારસ્વરૂપ એવું જે ભૂતલ છે. તેનો અપલોપ થઈ જાય, તેનાથી લોકવ્યવહારનો પણ વિરોધ આવે તે માટે રૂદ શબ્દથી વાચ્ય આધારભૂત કોઈ દ્રવ્ય સ્વતંત્ર છે. અને તે ભાવાત્મક જ છે તે જ આકાશદ્રવ્ય છે. તથા વળી આવા પ્રકારનો મૂર્તાિભાવાદિનો