________________
૪૯૬
ઢાળ-૧૦ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિવેચનધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય ઘણા જ વિસ્તારથી સમજાવ્યું. દેવમાવેશદ્રવ્યનું નક્ષ વેદવું જીરું = હવે આકાશાસ્તિકાય નામના ત્રીજા દ્રવ્યનું લક્ષણ કહે છે.
सर्व द्रव्यनइं जे सर्वदा साधारण अवकाश दिइं, ते अनुगत एक आकाशास्तिकाय सर्वाधार कहिइं, "इह पक्षी, नेह पक्षी" इत्यादि व्यवहार ज यद्देशभेदई हुई, तद्देशी अनुगत आकाश ज पर्यवसन्न होइ.
જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને કાળ આમ સર્વે દ્રવ્યોને એટલે કે પાંચે દ્રવ્યોને સર્વકાળે સાધારણપણે (કોઈ પણ જાતના ભેદભાવ કે પક્ષપાત કર્યા વિના) અવકાશ આપવાનું કામ જે દ્રવ્ય કરે છે તે આકાશદ્રવ્ય છે. આ દ્રવ્ય લોકઅલોકમાં સર્વત્ર (મનુતિ) અન્વયરૂપે રહેલું છે. આ દ્રવ્યનો વ્યતિરેક (અભાવ) ક્યાંય નથી. તથા આ દ્રવ્ય સર્વદ્રવ્યોનો આધાર છે. સર્વદ્રવ્યોને પોતાનામાં રાખનાર છે. તેથી સર્વાધાર કહેલ છે.
“અહીં પક્ષી છે. અને અહીં પક્ષી નથી” આવા પ્રકારના જે વ્યવહારો થાય છે. તે વ્યવહારો જ જે ક્ષેત્રભેદના આધારે થાય છે તે ક્ષેત્રના ભેદવાળું ક્ષેત્રના ભેદને સમજાવનારૂં (એટલે કે તે ક્ષેત્રમાં સર્વત્ર અન્વયરૂપે રહેલું) અખંડ, એક તદેશી = તે ભાગવાળું અર્થાત્ અવયવી એવું આકાશદ્રવ્ય જ છે. આમ ફલિતાર્થ થયો. દ અને ને આ બે શબ્દોથી વાચ્ય જે પદાર્થ છે. તે આધારાશાત્મક આકાશદ્રવ્ય છે. જો આધારભૂત આકાશદ્રવ્ય ન હોય તો દ = સ્મિનું શબ્દથી શું લેવું? તે શંકાસ્પદ જ રહે. તેથી પક્ષીના આધારભૂત એવું, અને ફૂદ શબ્દથી વાચ્ય થતું એવું જે દ્રવ્ય છે, તે આકાશદ્રવ્ય છે. એક ભાગમાં પક્ષના હોવાનું વિધાન છે. અને બીજા ભાગમાં પક્ષીનું ન હોવાનું વિધાન છે. આ રીતે બુદ્ધિથી આકાશના બે ભાગ થયા છે. તેથી આવા પ્રકારના બે ભાગ વાળું = બે દેશવાળું = દેશી, અને બને ભાગમાં અનુગત = અન્વય સ્વરૂપે રહેલું આધારાત્મક એક અખંડ દ્રવ્ય છે. આમ આકાશદ્રવ્યની સિદ્ધિ જાણવી.
"तत्तद्देशोज़भागावच्छिन्नमूर्ताभावादिना तद्व्यवहारोपपत्तिः" इति वर्धमानाद्युक्तं नानवद्यम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च.