________________
ઢાળ-૧૦ : ગાથા ૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ધર્માસ્તિકાયના અપલાપમાં પણ સરખો જ લાગુ પડશે. એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્ય નથી અને કેવળ અધર્માસ્તિકાય દ્રવ્ય જ છે. અને તેનાથી સ્થિતિ કાર્ય થતું હોવાથી અધર્માસ્તિકાયના અભાવથી પ્રયુક્ત એવો સ્થિતિનો અભાવ થયે છતે આપોઆપ ગતિકાર્ય સિદ્ધ થઈ જ જાય છે તો ગતિકાર્ય માટે ધર્માસ્તિકાય દ્રવ્ય શા માટે માનવું? આમ થવાથી ધર્માસ્તિકાયદ્રવ્યનો પણ અપલાપ થશે. તે માટે ધર્માસ્તિકાયના અભાવથી ગતિનો અભાવ થયે છતે સ્થિતિ માનીને અધર્માસ્તિકાયનો અપલાપ કરવો કે અધર્માસ્તિકાયના અભાવથી સ્થિતિનો અભાવ થયે છતે ગતિ માનીને ધર્માસ્તિકાયનો અપલાપ કરવો, આમ કોઈ પણ દ્રવ્યનો અપલાપ કરવો હોય તો થઈ શકે છે. કોઈ એક પક્ષ તરફનું પ્રબળ પ્રમાણ નથી. તથા શાસ્ત્રમાં બે દ્રવ્યોનું વિધાન હોવાથી તે અપલાપ ઉચિત નથી. ન્યાયસંગત નથી. એક બીજાના અભાવરૂપે માની અપલાપ કરવામાં ન્યાય સરખો જ છે.
૪૯૪
निरंतरगतिस्वभाव द्रव्य न कीधुं जोइइ, तो निरंतर स्थितिस्वभाव पणि किम कीजइ ? ते माटिं- श्री जिनवाणीनो परमार्थ संभालीनइं धर्मास्तिकाय अधर्मास्तिकाय ૬૨ દ્રવ્ય અસંજીર્નસ્વભાવ માનવાં. ॥ ૨૦-૭ ||
અધર્માસ્તિકાય દ્રવ્યને ન માનનારા કદાચ આવો બચાવ કરે કે જૈનશાસ્ત્રોમાં જીવ-પુદ્ગલદ્રવ્યોને નિરંતરગતિસ્વભાવવાળાં કહેલાં નથી. એટલે સમજાઈ જ જાય છે કે ક્યારેક ક્યારેક ગતિકરવાના સ્વભાવવાળાં છે. તેથી ગતિ કરવાના પ્રયોજનના અભાવે ગતિ ન કરે ત્યારે આપોઆપ સ્થિતિ કરે છે. તેના માટે અધર્મદ્રવ્ય માનવાની શું જરૂર છે ? તો તેની સામે આવો જ પ્રશ્ન ધર્માસ્તિકાયને ન માનવામાં પણ કરી શકાય છે કે જૈનશાસ્ત્રોમાં સર્વે જીવ-પુદ્ગલદ્રવ્યોને નિરંતર સ્થિતિસ્વભાવવાળાં પણ કહેલાં નથી. એટલે ધર્મદ્રવ્ય ન માનો તો પણ સ્થિતિ કરવાના પ્રયોજનના અભાવે જ્યારે સ્થિતિ ન કરે ત્યારે ગતિ કરે છે. આમ પણ સમજાઈ જ જાય છે. તેથી ગતિ માટે ધર્મદ્રવ્ય છે આમ કેમ કહેવાય ? અર્થાત્ નિરંતર ગતિસ્વભાવવાળાં દ્રવ્યો જેમ કહ્યાં નથી તેમ નિરંતર સ્થિતિસ્વભાવવાળાં પણ નથી કહ્યાં. તેથી જેમ ગતિકાર્ય પણ ક્યારેક ક્યારેક છે. તેમ સ્થિતિકાર્ય પણ ક્યારેક ક્યારેક જ છે. નિરંતર નથી. તે પણ આપોઆપ સમજાઈ જ જાય છે. તેના માટે ધર્મદ્રવ્ય માનવાની પણ શું જરૂર છે ? આ રીતે આ બન્નેમાંથી કોઈ પણ એકને માનવું અને બીજાને ન માનવું તે બરાબર નથી. દલીલો બન્ને બાજુ સરખી જ લાગુ પડે છે.