________________
૪૯૨
ઢાળ-૧૦ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્યાં ન હોવાથી કોઈ પણ જીવ પુગલદ્રવ્ય અલોકમાં ગતિ કરતું નથી. અને આ રીતે જો કોઈ દ્રવ્ય ત્યાં જતું જ ન હોય, ગતિ કરતું જ ન હોય, તો ત્યાં કોઈ પણ જીવપુગલદ્રવ્યનું રહેવાપણું (સ્થિતિવાળાપણું) પણ કેમ હોય ? આમ ગતિના અભાવે સ્થિતિનો પણ અભાવ આપોઆપ થઈ જ જશે. આમ જો કહેશો તો ગુરુજી કહે છે કે અલોકાકાશમાં કોઈ કોઈ સ્થાનોમાં, લોકમાંથી ગતિ કરીને આવેલાં એવાં નહી, પરંતુ લોકમાંથી થયેલી એવી ગતિ વિનાનાં પણ અનાદિથી સ્વયં ત્યાં જ રહેલાં એવાં જીવ-પુદ્ગલ દ્રવ્યોની નિત્ય સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ.
અલોકમાં ધર્મદ્રવ્ય નથી એટલે લોકમાંથી અલોકમાં જીવ-પુદ્ગલો ગતિ કરે નહીં. તેથી ગતિ કરીને અલોકમાં આવનારાં જીવ-પુદ્ગલ દ્રવ્યો અલોકમાં ભલે ન હોય, પરંતુ સ્થિતિ તો અધર્મદ્રવ્ય વિના જ તમે માનો છો, તેથી અલોકમાં જીવ-પુગલદ્રવ્ય અનાદિકાળથી ત્યાંને ત્યાં જ નિયત સ્થાને ચોટેલાં હોવાં જોઈએ કારણકે ધર્મ દ્રવ્ય અલોકમાં ન હોવાથી ત્યાં રહેલાં જીવપુદ્ગલદ્રવ્યો ગતિ ભલે ન કરો. પરંતુ તેઓની સ્થિતિમાં કોઈ દ્રવ્યની સહાયકતાની જરૂરિયાત જો ન માનીએ તો ગતિ વિનાનાં પણ અનાદિ અનંત કાળની સ્થિતિ કરનારાં એવાં જીવ-પુગલ દ્રવ્યો તો ત્યાં હોવાં જોઈએ. આ રીતે તેઓની આવી નિત્યસ્થિતિ ત્યાં પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ અલોકમાં ક્યાંય પણ જીવ-પુગલ દ્રવ્યોની આવી નિત્યસ્થિતિ કહી નથી. તેથી અધર્મદ્રવ્યના અભાવે જ સ્થિતિનો અભાવ નક્કી થાય છે. આ કારણે લોકમાં પણ જ્યાં જ્યાં જીવ-પુદ્ગલ દ્રવ્યો સ્થિતિ પામે છે ત્યાં ત્યાં સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય છે જ.
बीजूं-गति स्थिति स्वतंत्र पर्यायरूप छई, जिम गुरुत्व, लघुत्व. एकनइं एकाभावरूप कहतां, विशेषग्राहक प्रमाण नथी. ते माटइं कार्यभेदई अपेक्षाकारण द्रव्यभेद अवश्य मानवो.
વળી બીજી વાત આ પ્રમાણે છે કે- ગતિ અને સ્થિતિ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર એવા પર્યાયો છે. જેમ ગુરુત્વ અને લઘુત્વ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર પર્યાયો છે. તેમ આ બન્ને પર્યાયો પણ સ્વતંત્ર છે. લઘુત્વ પર્યાય એ ગુરુત્વના અભાવરૂપ નથી પરંતુ સ્વતંત્ર પર્યાય છે. તથા ગુરુત્વ એ લઘુત્વના અભાવરૂપ નથી. પરંતુ સ્વતંત્ર પર્યાય છે. તથા શીતળતા અને ઉષ્ણતા એ પણ બને સ્વતંત્ર પર્યાયો છે. પાણી શીતળ ન હોય એટલે ઉષ્ણ હોય એવો નિયમ નથી. તથા ઘટપટાદિ પદાર્થો ઉષ્ણ ન હોય એટલે શીતળ હોય એવો નિયમ નથી. તેવી જ રીતે ગતિપર્યાય એ સ્થિતિના અભાવરૂપ નથી. અને સ્થિતિ પર્યાય એ ગતિના અભાવરૂપ નથી. ગતિ અને