________________
૪૯૦
ઢાળ-૧૦ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ત્યારબાદ સ્થિતિસહાયકતા, કે સમયનિયામક્તા આદિ અનેક સ્વભાવો આકાશમાં જ ઉમેરે જવા) આ બધું ઉચિત નથી. જે આકાશ “અવગાહ સહાયક” સ્વભાવવાળું છે તે જ આકાશ ગતિસહાયક, સ્થિતિસહાયક આદિ સ્વભાવાત્તર વાળું કેમ મનાય ? તે માટે લોકાકાશ અને અલોકાકાશની વ્યવસ્થાને વ્યવસ્થિત રાખવા અને એક આકાશમાં બે સ્વભાવ માનવા અનુચિત હોવાથી “ગતિનિયામક” તરીકે સ્વતંત્ર ધર્માસ્તિકાય દ્રવ્ય છે. આમ માનવું તે જ ઉચિત માર્ગ છે. નિર્દોષ માર્ગ છે. અને આ જ પ્રમાણે ભગવાનની વાણી છે. તે ૧૬૭ | જો થિતિહેતુ અધર્મ ન ભાબિઈ, તો નિત્યથિતિ કોઈ ઠાણિ. . ગતિ વિણ હોવઈ રે પુદ્ગલ જંતુની, સંભાલો જિન વાણી |
સમક્તિ સૂવું રે ઈણિ પરે આદરો ૧૦-૭ / ગાથાર્થ– જો જીવ-પુદ્ગલોની સ્થિતિમાં હેતુભૂત અધર્મદ્રવ્ય ન કહીએ તો (અલોકમાં પણ) કોઈ સ્થાને જીવ-પુદ્ગલ દ્રવ્યોની ગતિવિનાની નિત્યસ્થિતિ હોવી જોઈએ. તેથી જિનવાણીને બરાબર સાંભળો. || ૧૦-૭
ટબો- હવઈ અધર્માસ્તિકાયનઇ વિષૉ પ્રમાણ દેખાડઇ છ– જો સર્વ જીવ પુદ્ગલ સાધારણ સ્થિતિ હેતુ અધમસ્તિકાય દ્રવ્ય ન કહિઇ, કિંતુ- “ધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તગત્યભાવઇ અલોકઇ સ્થિત્યભાવ” ઈમ કહિઈ-તો અલોકાકાશઇ કોઈક સ્થાનઇ ગતિ વિના પુદ્ગલ જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ પામી જોઈઈ.
બીજુ-ગતિ-સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ, જિમ ગુરુત્વ લઘુત્વ. એકનઈ એકાભાવરૂપ કહતાં વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈ-કાર્યભેદઈ અપેક્ષાકારણ દ્રવ્યભેદ અવશ્ય માનવો.
ધમસ્તિકાયાભાવરૂપ કહતાં-ધમસ્તિકાયાભાવ પ્રયુક્તગત્યભાવઇ સ્થિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઇં. તો અધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તસ્થિત્યભાવઈ ગતિભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઈ.
નિરંતર ગતિ સ્વભાવ દ્રવ્ય ન કીધું જોઈઈ, તો નિરંતરસ્થિતિસ્વભાવ પણિ કિમ કીજઈ ? તે માટિં શ્રી જિનવાણીનો પરમાર્થ સંભાલીનઇ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ ૨ દ્રવ્ય અસંકીર્ણસ્વભાવ માનવાં. || ૧૦-૭ II