________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૭
૪૯૩ સ્થિતિ આ બન્ને અલગ અલગ સ્વતંત્ર પર્યાયો છે. કોઈ એકપર્યાયને બીજા એકના અભાવરૂપ કહીને કોઈ એક પર્યાયને સ્વતંત્રપણે હોવાનો અપલાપ કરીએ તો જેમ સ્થિતિને ગતિના અભાવરૂપે કહેવામાં આવે છે. તેવી જ રીતે ગતિપર્યાયને સ્થિતિના અભાવરૂપે પણ કેમ ન કહેવાય ? આમ કોઈ પણ એકને માનવો અને બીજાને તેના અભાવરૂપ માની અપલાપ કરવો આ બાબતમાં કોઈપણે વિશેષ પ્રમાણ (વિશેષ બળવિશેષ યુક્તિ) નથી. ગતિને વાસ્તવિક માનવી અને સ્થિતિને ગતિના અભાવરૂપ માનવી, કે સ્થિતિને વાસ્તવિક માનવી અને ગતિને સ્થિતિના અભાવરૂપ માનવી. આ બને બાબતમાં કોઈ એક પક્ષને સિદ્ધ કરનાર પ્રબળ પ્રમાણ નથી.
તે માટે બને પર્યાયો ભાવાત્મક છે. કોઈ અભાવાત્મક નથી. તેથી ગતિકાર્ય અને સ્થિતિકાર્ય આમ કાર્યભેદ (બન્ને જાતનું જુદુ જુદુ કાર્ય) હોતે છતે તેમાં અપેક્ષા કારણરૂપે (ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય આમ) દ્રવ્યભેદ અવશ્ય માનવો જોઈએ. જો ગતિ અને સ્થિતિ આમ કાર્ય દ્વિવિધ છે. તો તે બન્ને પ્રકારના કાર્યમાં અપેક્ષા કારણ રૂપે બન્ને દ્રવ્યોની સ્વતંત્રપણે સિદ્ધિ થાય છે.
તથા વળી અધર્માસ્તિકાય ન માનીએ તો બીજો એ પણ દોષ આવે છે કે કેવળ એકલો ધર્માસ્તિકાય જ લોકમાં જો હોય તો તે દ્રવ્ય ગતિસહાયક હોવાથી જીવ-પુગલો લોકમાં સદા ગતિ જ કર્યા કરે, ક્યાંય અટકે જ નહીં, ક્યાંય જીવ-પુદ્ગલ દ્રવ્યોની સ્થિરતા જ ન થાય. તેથી જીવ-પુદ્ગલોનું જેવા પ્રકારનું ગતિકાર્ય જણાતું હોવાથી તેના હેતુભૂત જો ધર્મદ્રવ્ય માનો છો. તો તેવી જ રીતે સ્થિતિકાર્ય પણ તેવું જ જીવપુદ્ગલોનું જણાતું હોવાથી તેના હેતુભૂત અધર્મદ્રવ્ય પણ કેમ ન સ્વીકારવું જોઈએ. ?
धर्मास्तिकायाभावरूप कहतां-धर्मास्तिकायाभाव प्रयुक्त गत्यभावई स्थितिभाव कही, अधर्मास्तिकाय अपलपिइं, तो- अधर्मास्तिकायाभाव-प्रयुक्तस्थित्यभावइं गतिभाव कही धर्मास्तिकायनो पणि अपलाप थाइ. - તથા વળી અધર્માસ્તિકાય દ્રવ્ય ન માનીએ અને સ્થિતિ કાર્યને ધર્માસ્તિકાયના અભાવ પ્રયુક્ત ગતિના અભાવ સ્વરૂપ કહી દઈએ એટલે કે ધર્માસ્તિકાય હોય તો ગતિકાર્ય થાય પરંતુ ધર્માસ્તિકાયનો જ્યાં અભાવ હોય ત્યાં તેનાથી પ્રયુક્ત (એટલે કે ધર્માસ્તિકાયથી જ થનારી) એવી ગતિનો પણ અભાવ થાય છે. એટલે આપોઆપ સ્થિતિનું હોવાપણું થઈ જ જાય છે સ્થિતિ કાર્ય માટે અધર્માસ્તિકાયદ્રવ્ય માનવું પડતું નથી આમ કહીને જો અધર્માસ્તિકાયનો અપલાપ કરીએ તો, આ જ ન્યાય