________________
૫૦૦
ઢાળ-૧૦ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અહીં અમે અલોકાકાશને જે નિરવધિક કહ્યો. તે બાબતમાં કોઈક આ પ્રમાણે પ્રશ્ન કરવા રૂપે કહેશે કે- જે પ્રમાણે લોકાકાશની પાસે (એટલે કે લોકાકાશની ચારે બાજુ તથા ઉપર અને નીચે) અલોકાકાશની અવધિ (છેડો-અંત) છે. તેવી જ રીતે આગળ પણ ક્યાંઇક અલોકની અવધિ હશે (એટલે કે હોવી જોઈએ) આમ લોકની બાજુ અલોકની અવધિ હોવાથી આગળ પણ એટલે કે અલોકના પાછલા ભાગમાં પણ અવધિ હોવાનો સંભવ હોવાથી તે અલોકને નિરવધિક કેમ કહેવાય ? જેમ લોક તરફની દિશાઓમાં અલોકનો અંત છે. તેમ આગળ પણ અંત હશે. આવો કોઈક પ્રશ્ન કરે છે.
ઉત્તર- તે પ્રશ્ન કરનારને અમે કહીએ છીએ કે “જે લોકાકાશ છે તે પાંચદ્રવ્યોથી સંયુક્ત છે તે માટે ભાવાત્મક છે” તેથી તેની અવધિ ઘટે જ. જે વસ્તુ ભાવાત્મક હોય ઘટ-પટ જેવી મૂર્તવસ્તુ અને લોકગમ્ય એવી જે વસ્તુ હોય તેની અવધિ હોય છે. જેમ કે ઘટ-પટ ઈત્યાદિ મૂર્તિ પદાર્થો જેટલા ક્ષેત્રમાં તે ઘટ-પટ વ્યાપેલા હોય છે. તેની ચારે બાજુના છેડે ઘટ-પટની અવધિ દેખાય જ છે. પરંતુ આગળ અલોકાકાશમાં તો પાંચ દ્રવ્યો ન હોવાથી કેવળ એકલું આકાશ જ છે. અને તે પાંચદ્રવ્યરહિત હોવાથી અને અમૂર્ત હોવાથી અભાવાત્મક-શૂન્યાત્મક અર્થાત્ અન્ય દ્રવ્યોથી રહિતપણે વર્તે છે. તેવા અલોકાકાશને અવધિપણું કેમ ઘટે ? જેમ ઘટ-પટ ભાવાત્મક હોવાથી તેને જેવી અવધિ હોય છે તેવી અવધિ શશશૃંગને કેમ ઘટે ? કારણકે ઘટ-પટ એ ભાવાત્મક વસ્તુ છે. તેથી ચારે બાજુ તેની અવધિ કહેવાય, પરંતુ શશશ્ચંગ પોતે છે જ નહીં. તો પછી તે પોતે શૂન્યાત્મક હોવાથી તેની પણ અવધિ કેમ હોય ? તથા તે પોતે કોઈ અન્યનું અવધિરૂપ પણ કેમ બને ? આ રીતે અલોકાકાશ (અન્યપદાર્થોથી વિમુક્ત હોવાના કારણે) શૂન્યાત્મક હોવાથી આગળ ક્યાંય તેની અવધિ ઘટે નહીં.”
મનડું નો માવપણું ગંત માનવું, તો તે અન્ય વ્યા નથી. તથા વળી “આ અલોકાકાશની અવધિ છે જ” આ વાતને વળગી રહેવા માટે કોઈ આવી દલીલ કરે કે જેમ લોકાકાશ પાંચ દ્રવ્યોથી સંયુક્ત હોવાથી ભાવાત્મક છે. અને ત્યાં લોકાકાશ તરફ અલોકાકાશનો જેમ અંત છે. તેમ આગળ પણ અલોકાકાશનો છેડો છે. અને તે છેડે મવરૂપે કોઈ બીજુ ભાવાત્મક દ્રવ્ય છે. આમ અમે માનીશું અને તેનાથી ત્યાં અલોકનો અંત થશે. આમ જો કોઈ અલોકાકાશનો અંત કહે તો તે અલોકાકાશના અંતે કલ્પેલું જે ભાવાત્મક નવું દ્રવ્ય માનો છો. તે બીજું દ્રવ્ય આકાશ જ છે કે કોઈ અન્ય દ્રવ્ય છે ? જો કોઈ અન્ય દ્રવ્ય માનશો તો ભગવતે કહેલાં છ દ્રવ્યોથી અતિરિક્ત એવું તે દ્રવ્ય માનવાથી સાત દ્રવ્યો માનવાં પડશે. જે ઉસૂત્ર છે તેથી આકાશથી અન્યદ્રવ્યરૂપે