Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૦૬
ઢાળ-૧૦ઃ ગાથા-૧૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ कंठथी पणि सूत्रई-जीवाजीवथी अभिन्न काल कहिउं छइ. ते देखाडइं छइसमयई क. सूत्रइं, ते काल जीव अजीवरूप ज कहिउं छइ. तेणइ कारणई जुदोभिन्नद्रव्यरूप किम कहिइं ? तथा चोक्तं जीवाभिगमादिसूत्रे
સૂત્રની અંદર (જીવાભિગમસૂત્રની અંદર) પણ કાળ એ જીવ અને અજીવદ્રવ્યોથી અભિન્ન છે આમ કંઠથી = (એટલે સાક્ષાસૂત્રપાઠથી-સાક્ષીપાઠથી) શબ્દો લખીને કહેલું છે. તે સાક્ષીપાઠ ગ્રંથકારશ્રી આ ગાથામાં જણાવે છે. સમયમાં કહેતાં સૂત્રમાં અર્થાત્ આગમશાસ્ત્રોમાં તે કાળને જીવ અને અજીવ સ્વરૂપ જ કહેલો છે. તે કારણે આ કાળને જીવ અજીવથી જુદા દ્રવ્ય તરીકે કેમ કહેવાય ? ભિન્નદ્રવ્યસ્વરૂપે કેમ કહેવાય ? અર્થાત્ ભિન્નદ્રવ્યસ્વરૂપે ન માનવો જોઈએ. જીવાભિગમસૂત્રનો તે સાક્ષી પાઠ આ પ્રમાણે છે.
મિર્થ સંતે વત્નત્તિ પવુ ?ોય ! નીવા જેવ, મનીષા ચેવ gિ" एक आचार्य इम कालद्रव्य वखाणइ छइ, स्यूं करता ? सिद्धान्तपाठ-अनुसारइं સુમતિની સેવા થતા | ૨૦-૨૨ /
હે ભગવાન્ ! આ કાળ એ શું કહેāાય છે ? શું દ્રવ્ય છે ? કે પર્યાય છે ? હે ગૌતમ ! આ કાળ જીવરૂપ અને અજીવરૂપ છે. એટલે કે જીવના પર્યાયસ્વરૂપ છે અને અજીવના પર્યાયસ્વરૂપ છે.
એક આચાર્ય (કેટલાક આચાર્ય) કાળદ્રવ્યને આમ (જીવ અને અજીવના પર્યાયરૂપ છે પણ સ્વતંત્ર દ્રવ્યરૂપ નથી આમ) કહે છે. તે આચાર્યો શું કરતા આમ કહે છે ? તો કહે છે કે આગમપાઠોની સાક્ષીને અનુસરીને એટલે કે તેનું આલંબન લઈને ઉત્તમબુદ્ધિની ધારાને ધારણ કરતા છતા આમ કહે છે. સારાંશ કે જીવાભિગમઉત્તરાયનાદિ આગમપાઠોની સાક્ષીથી જેની મતિ સંસ્કારિત થઈ છે એવા નિશ્ચયનયના અભિપ્રાયવાળા કેટલાક આચાર્યો કાળદ્રવ્યને જીવ અને અજીવની જુદા-જુદા પર્યાયોની વર્તનારૂપે જણાવે છે. તેથી કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી પરંતુ પર્યાયમાં દ્રવ્યપણાનો ઉપકાર કરીને ઉપચરિતદ્રવ્ય છે. આમ તેઓ કહે છે. (આ કેટલાક આચાર્યોનો અભિપ્રાય જણાવ્યો.) | ૧૭૨ // બીજા ભાષઈ રે જોઈશચક્રનઈ, ચારઈ જે સ્થિતિ તાસ ! કાલ અપેક્ષા રે કારણ દ્રવ્ય છો, ષટની ભગવઈ ભાસ /
સમક્તિ સૂવું રે ઇણિ પરિ આદરો // ૧૦-૧૨ /