________________
પ૦૨
ઢાળ-૧૦ : ગાથા૧0
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ગાથાર્થ– સર્વે દ્રવ્યોની જે વર્તના છે. તે રૂપ જે પર્યાય છે. તે કાલ છે. પરંતુ કાલ એ દ્રવ્ય નથી. દ્રવ્યો અનંતા છે. તેથી તે દ્રવ્યોમાં અભેદભાવે રહેલી વર્તના પણ અનંતી છે. માટે કાલ અનંત છે. આમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. // ૧૦-૧૦ ||
બો- કાલ, તે પરમાર્થથી દ્રવ્ય નહીં, તો મ્યું ? સર્વદ્રવ્યનો વર્તનાલક્ષણ પર્યાય જ છઈ, તે પર્યાયનઇ વિષધ અનાદિકાલીન દ્રવ્યોપચાર અનુસરીનઇ કાલદ્રવ્ય કહીશું. ગત વ પર્યાયઇ દ્રવ્યાભેદથી અનંતકાલદ્રવ્યની ભાલ ઉત્તરાધ્યયનઇ છઇ. तथा च सूत्रम्
धम्मो अधम्मो आगासं, दव्वमिक्किक्कमाहियं । अणंताणि दव्वाणि, कालो पुग्गलजंतवो ॥ २८-८ ॥ एतदुपजीव्यान्यत्राप्युक्तम्धर्माधर्माकाशाश्चैकैकमतः परं त्रिकमनन्तम्.
તે માર્ટિ જીવાજીવદ્રવ્ય જે અનંત છઈ, તેના વર્તનાપર્યાય ભણી જ કાલદ્રવ્ય સૂબઈ અનંત કહ્યાં જાણવાં. ૧૦-૧૦ II
વિવેચન– ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો સમજાવીને હવે કાળ નામનું ચોથું દ્રવ્ય સમજાવે છે.
· काल, ते परमार्थथी द्रव्य नहीं, तो श्युं ? सर्वद्रव्यनो वर्तना लक्षण पर्याय ज छइं. ते पर्यायनइं विषइं अनादिकालीन द्रव्योपचार अनुसरीनइं कालद्रव्य कहीइं ।
કાળની બાબતમાં બે વિચારધારા પ્રવર્તે છે. દિગંબરામ્નાય એમ માને છે કે કાળ એ પણ પરમાર્થથી દ્રવ્ય છે. ફક્ત તે અસ્તિકાયરૂપ નથી પરંતુ અણુરૂપ છે. એક એક આકાશપ્રદેશમાં એક એક કાલના અણુ એટલે કે કાલાણુઓ છે. આવા કાલાણુઓનો પિંડ થતો નથી માટે અસ્તિકાય નથી. એક ડબ્બામાં રાઈના દાણા ભર્યા હોય અથવા રેતીના દાણા ભર્યા હોય તેમ આ લોકમાં કાલાણુઓ ભરેલા છે. આ માન્યતા દિગંબરાસ્નાયની છે.
શ્વેતાંબરાસ્નાયની વિચારધારા બે નયને અનુસરીને બે પ્રકારની છે. પ્રથમ નિશ્ચયનયને અનુસરીને કહે છે કે કાલ એ દ્રવ્ય નથી પરંતુ જીવ અને અજીવ દ્રવ્યોની વર્તના પર્યાયરૂપ કાળ છે. અને તે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરવાથી કાળ એ