________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૬
૪૮૯ જ લોકાકાશ કહેવાય છે. અને બાકીના ક્ષેત્રને અલોકાકાશ કહેવાય છે. હવે લોકઅલોકનો ભેદ કરનારાં ધર્મ-અધર્મ દ્રવ્યો જ આ સંસારમાં જો ન હોય તો આ આકાશ તે લોકાકાશ છે અને શેષ આકાશ તે અલોકાકાશ છે. આમ ભેદ કોના આધારે પડે? તેથી ધર્મ-અધર્મ દ્રવ્ય માન્યા વિના લોકાકાશ જ સિદ્ધ થતું નથી. માટે લોકાકાશમાં ગતિ હેતુતા માનવી ઉચિત નથી.
હવે કદાચ તમે એમ કહેશો કે કેવલ એકલું લોકાકાશ જ ગતિસહાયક છે. એવું અમે કહેતા નથી પરંતુ ધર્માસ્તિકાયથી વિશિષ્ટ એવું લોકાકાશ ગતિ સહાયક છે. આમ માનીએ તો શું દોષ? તેનો ઉત્તર આપતાં કહે છે કે તેમ માનો તો પણ તેમાં લાઘવતા નથી પરંતુ ગૌરવતા છે. તે જણાવે છે
___ "धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्यात्" इति न किञ्चिदेतत्
ધર્માસ્તિકાયદ્રવ્યવાળું (તેનાથી વિશિષ્ટ-એટલે યુક્ત) એવું જે આકાશ, તે જ લોકાકાશ કહેવાય છે. આ ધર્મ દ્રવ્ય સ્વીકાર્યા વિના લોક-અલોકનો ભેદ જ થતો નથી. આકાશરૂપે એક જ અખંડદ્રવ્ય છે. તેથી “ધર્માસ્તિકાયદ્રવ્ય” આ સાત અક્ષરની કાયાવાળાને ગતિ હેતતા ન માનવી અને “ધર્માસ્તિકાયવિશિષ્ટ લોકાકાશદ્રવ્ય” આમ ૧૪ અક્ષરની કાયાવાળાને ગતિ હેતુતા માનવી, તે લાઘવતા છે કે ગૌરવતા છે ? તમે જ આ બાબત વિચારો તથા વળી આમ માનવામાં પણ ધર્માસ્તિકાય તો છેવટે માનવું જ પડે છે. તો પછી તેને ગતિસહાયક ન માનતાં લોકાકાશને ગતિસહાયક માનવું ઉચિત નથી. તથા આમ માનવાથી ઘટ આદિ બનાવવામાં પણ દંડ ને કારણ માનવાને બદલે દંડવિશિષ્ટાકાશની જ કારણતા માનવાની આપત્તિ આવી પડશે. કારણકે ત્યાં પણ આકાશ તો વિદ્યમાન છે જ. તેથી આવી ખોટી કલ્પના કરવી તેમાં કંઈ પણ તથ્ય નથી. લોકાકાશમાં ગતિ હેતુતા ન માનતાં ધર્માસ્તિકાયમાં ગતિeતુતા માનવી તે જ નિર્દોષ માર્ગ છે. તથા વળી ઉપરની માન્યતામાં બીજો પણ એક દોષ આવે છે. તે આ પ્રમાણે છે.
__ बीजं अन्यस्वभावपणई कल्पित आकाशनइं स्वभावान्तर कल्पन, ते अयुक्त છ, તે મટકું-તિનિયામ થમતિવાય દ્રવ્ય મવથ માનવું ૨૦-૬ .
(૨) તથા વળી બીજો દોષ આ પણ આવે છે કે “અવગાહ” આપવાનો એક સ્વભાવ તો આકાશાસ્તિકાયમાં માનેલો છે જ, અને હવે “ગતિસહાયક્તા” આવો બીજો સ્વભાવ પણ તે આકાશમાં કલ્પવો આ રીતે સ્વભાવાન્તરતા કલ્પવી (અને