________________
૪૮૮ ઢાળ-૧૦ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ફરવાના રસનો ધંધો (ફરવાના રસની ધાંધલ) અટકવી જ ન જોઈએ. કારણ કે ચૌદ રજુ આત્મક જે આ એક લોકાકાશ છે. તેવા અનંતલોકાકાશ જેટલો અર્થાતુ અમાપ એવો અનંત અલોક છે.
સારાંશ કે ગમનાગમનમાં અપેક્ષાકારણપણે ધર્માસ્તિકાયદ્રવ્ય જો ન માનીએ તો સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગતિગામી એવા મુક્તજીવો લોકના અગ્રભાગે જઈને વિરામ કેમ પામે ? અનંત અલોકમાં તેઓનું ફરવાપણું જ થયા કરવું જોઈએ. લોકના અગ્રભાગે ગતિનો પ્રતિબંધ થાય આવો નિયમ કેમ ? હવે કદાચ અહીં મનમાં આવી જ કલ્પના કરવામાં આવે કે જીવ-પુગલોને ગતિક્રિયામાં “ધર્માસ્તિકાયદ્રવ્ય” અપેક્ષાકારણ છે આમ નહીં, પરંતુ તેઓને ગતિક્રિયામાં “લોકાકાશ” કારણ છે. તેથી લોકાકાશના અગ્રભાગ સુધી જ ગતિ કરે છે. આગળ નહીં. આમ માનીએ તો ધર્માસ્તિકાય દ્રવ્ય ન માનવાની લાઘવતા થાય, અને લોકાકાશના અંતસુધી જ મુક્તજીવોની ગતિ હોય છે. તેથી આગળ ગતિ હોતી નથી. તેનો ઉત્તર પણ આવી જાય છે. કારણ કે તેનાથી ઉપર અલોકમાં “લોકાકાશ” નથી. તેથી મુક્તજીવો ઉપર જતા નથી. આ રીતે ૧ દ્રવ્ય ઓછુ માનવાની લાઘવતા અને લોકાન્તથી ઉપર ગતિ ન થવાની કારણતા આમ બને વાતો સંગત થઈ જાય છે.માટે લોકાકાશ જ ગતિસહાયક છે. પરંતુ ધર્મદ્રવ્ય ગતિસહાયક નથી. આમ જ માની લોને ?
અલોકમાં ધર્માસ્તિકાય ન હોવાથી સિદ્ધપરમાત્માની ગતિ થતી નથી. આમ જે તમે સમજાવો છો. તેને બદલે ધર્માસ્તિકાયદ્રવ્ય ન માનીએ અને લોકાકાશને જ ગતિ હેતુ માનીને અલોકમાં લોકાકાશ ન હોવાથી સિદ્ધપરમાત્માની ગતિ નથી. આમ માનવામાં શું દોષ? આવો કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે.
આવી ખોટી કલ્પના કોઈ પ્રશ્નકાર કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે “લોકાકાશને ગતિ હેતુ પણું છે” આમ માનીને તે મારું = તે કારણથી અલોકમાં સિદ્ધોની ગતિ થતી નથી આમ કહેવું તે ઉચિતતાને પામે નહીં અર્થાત્ આવી માન્યતા (કલ્પના) યોગ્ય નથી. કારણકે
(૧) ધર્માસ્તિકાય દ્રવ્યને માન્યા વિના લોકાકાશની વ્યવસ્થા જ ન થાય. જો ધર્મ-અધર્મ દ્રવ્ય ન માનીએ અને લોકાકાશ જ ગતિમાં કારણ છે. આમ માની લઈએ તો ચૌદરજ્જુ પ્રમાણ આ લોકને લોકાકાશ કહેવાય અને બાકીના ક્ષેત્રને અલોકાકાશ કહેવાય એવી વ્યવસ્થા જ કેમ ઘટે ? કારણ કે જ્યાં ધર્મ-અધર્મ દ્રવ્ય હોય છે. તેને