________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૬
૪૮૭ લોકાકાશપ્રમાણ અલોકાકાશ છઇં. લોકાકાશનઇ ગતિહેતુ પણું છઇં, તે માટઇ “અલોકઇ સિદ્ધની ગતિ ન હોઈ” ઈમ તો ન કહિઉં જાઈ. તે માટઇં ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઈ.
"धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्वे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्यात्" इति न किञ्चिदेतत्.
બીજું-અન્યસ્વભાવપણઇ કલ્પિત આકાશનઇ સ્વભાવાંતરકલ્પન, તે અયુક્ત છછે. તે માટઇ ગતિનિયામક ધમસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. || ૧૦-||
વિવેચન- સ્વયં ગતિ પરિણામ પામેલાં જીવ પુગલોને ગતિમાં અપેક્ષા કારણ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. પરંતુ તે અરૂપી હોવાથી પ્રત્યક્ષ-ઈન્દ્રિયગોચર થતું નથી. તેથી તેના અસ્તિત્વની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ (પુરાવા) જણાવે છે.
____ धर्मास्तिकाय द्रव्यनइं विषई प्रमाण कहई छइ- जो गतिनई विषई धर्मास्तिकायनो प्रतिबंध क० नियम न होइ, तो सहज उर्ध्वगति गामी जे मुक्त कहिइं सिद्ध, तेहनइं "एक समयइं लोकाग्र जाई" एहवई स्वभावइं अनंतई गगनई जतां हजी लगई फिरवाना रसनो धंध न टलइं. जे माटइं अनंत लोकाकाशप्रमाण अलोकाकाश छइं. लोकाकाशनई गतिहेतुपणुं छइ, ते माटइं- "अलोकई सिद्धनी गति न होइ" इम तो न कहिउँ जाइ, ते माटई धर्मास्तिकाय विना लोकाकाशव्यवस्था ज न होई.
ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે જ” તેના વિષે પ્રમાણ જણાવે છે કે ગતિક્રિયામાં ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય અપેક્ષાકારણ પણે જે સહાયક માન્યું છે. તે ધર્માસ્તિકાય જો ન માનીએ અને તે ધર્માસ્તિકાયની સહાય વિના જ જીવ પુગલો સ્વયં ગતિ કરે છે આમ માનીએ તો તે ધર્માસ્તિકાયનો પ્રતિબંધ કહેતાં નિયમ ન હોવાથી કર્મમુક્ત જે સિદ્ધ આત્મા છે કે જેનો ઉર્ધ્વગતિ કરવી એવો સ્વભાવ છે. તેવા સ્વાભાવિક ઉર્ધ્વગતિકરવાવાળા મુક્ત જીવોની લોકાન્ત સુધી જ ગતિ કેમ થાય ? લોકના છેડે જઈને તેઓ વિરામ કેમ પામી જાય છે? શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે મુક્તજીવો છે. તેહનો “એક સમયમાં લોકના અગ્રભાગે જાય” એવો ઉર્ધ્વગતિ સ્વભાવ છે. તેથી એકસમયમાં સાત રજુ ઉપર જાય છે. પરંતુ તેઓ લોકાગ્રથી આગળ જતા નથી. હવે જો સહાયક દ્રવ્યનો પ્રતિબંધ ન માનીએ તો ઉર્ધ્વગતિ સ્વભાવના કારણે અનંત ગગનમાં ગતિ કર્યા જ કરે, આમ બનવું જોઈએ અને તેથી હજુ લગી એટલે આજ સુધી તેઓને