________________
૪૮૫
દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫. જવાનું કાર્ય કરવામાં બોરીવલીનું આવવું એ જ એક કારણ મનાશે, બાકીનાં તમામ સ્ટેશનોનું આવવું તે મુંબઈનું કારણ મનાશે નહીં. કારણ કે અન્તિમકારણ જે બોરીવલી છે. તે આવે તો જ મુંબઈ આવે છે. આ રીતે ઈતર સ્ટેશનોનું આવવું વ્યર્થ થશે. પરંતુ જગતમાં આમ મનાતું નથી. કારણકે બીજાં સ્ટેશનો આવ્યા વિના બોરીવલી પણ આવતું જ નથી. તેથી લોકપ્રસિદ્ધ વ્યવહારથી જે કારણ મનાતું હોય તેને જ કારણ તરીકે સ્વીકારીને ચાલવું જોઈએ. આ રીતે મત્સ્યનું ઉદાહરણ સિદ્ધ થવાથી ધર્માસ્તિકાયની ગતિસહાયકતા પણ આપોઆપ પ્રમાણસિદ્ધ જ રહે છે. ૧૬૫ |
इम हिवई-अधर्मास्तिकायनुं लक्षण कहई छई- स्थितिपरिणामी जे पुद्गलजीवद्रव्य, तेहोनी स्थितिनो हेतु कहिइं-अपेक्षाकारण जे द्रव्य, ते अधर्मास्तिकाय जाणवो. गतिस्थिति परिणत सकलद्रव्यनुं जे एक एक द्रव्य लाघवइं कारण सिद्ध होइ, ते ए २ द्रव्य जाणवां. तेणइ करी-झषादि गत्यपेक्षाकारण जलादि द्रव्यनइं विषइं धर्मास्तिकायादि द्रव्य लक्षणनी अतिव्याप्ति न होई. ॥ १०-५ ॥
આ પ્રમાણે ધર્માસ્તિકાયનું લક્ષણ કહીને હવે અધર્માસ્તિકાયનું લક્ષણ ગ્રંથકારશ્રી કહે છે- સ્વયં પોતાની રીતે સ્થિતિ પરિણામને પામેલાં જે પુદગલ દ્રવ્યો છે અને જીવદ્રવ્યો છે. તેઓને સ્થિતિ પરિણામમાં અપેક્ષાકારણપણે જે દ્રવ્ય હેતુ તરીકે શાસ્ત્રોમાં કહેલું છે. તે દ્રવ્ય અધર્માસ્તિકાય જાણવું. જો સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય ન લઈએ તો જીવ-પુદ્ગલો સદા કાળ ગતિ જ કરનારાં થઈ જાય, પરંતુ આમ બનતું નથી. તે દ્રવ્યો જેમ ગતિ કરે છે. તેમ ગતિનું પ્રયોજન સમાપ્ત થવાથી અથવા સ્થિતિનું પ્રયોજન ઉપસ્થિત થતાં સ્થિતિ પણ કરે જ છે. તેથી સ્વયં પોત પોતાના ભાવે ગતિપણે અથવા સ્થિતિ પણે પરિણામ પામેલાં સકલ જીવ-પુગલ દ્રવ્યોનું સાધારપણે એક એક દ્રવ્ય લાઘવતાથી કારણપણે જે સિદ્ધ થાય છે તે ધર્મ-અધર્મ આ બે દ્રવ્ય છે. આમ જાણવું. આ બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. અખંડદ્રવ્યો છે. અનાદિ-અનંતકાળ રહેનાર હોવાથી નિત્ય છે અરૂપી છે. લોકાકાશવ્યાપી છે. અને ગતિ-સ્થિતિ સ્વભાવવાળા સમસ્ત જીવપુદ્ગલદ્રવ્યોને એક સરખા સમાનપણે સહાય કરનારાં છે.
તેડું કરી = તેથી કરીને મસ્યાદિ પ્રાણીઓને જળમાં તરવાની ગતિક્રિયા કરવામાં અપેક્ષાકારણ એવા જલાદિદ્રવ્યોને વિષે ધર્માસ્તિકાયાદિના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી. જળ પણ ગતિમાં અપેક્ષા કારણ છે. અને ધર્માસ્તિકાય પણ ગતિમાં અપેક્ષાકારણ છે. એટલે “રાતિ સમક્ષ વારંપત્વિ” આટલું જ લક્ષણ જો ધર્માસ્તિકાયનું