________________
૪૮૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫
પ્રશ્ન- અપેક્ષાકારણ એટલે શું ?
ઉત્તર- કાર્ય કરવામાં વપરાતાં કારણો બે જાતનાં હોય છે. જેમ કે કાગળ લખવામાં અથવા પુસ્તક લખવામાં પેન, કાગળ, અન્ય પુસ્તકો તથા સૂર્યનો પ્રકાશ વિગેરે ઘણા કારણો છે. તેમાં કાગળ, પેન અને અન્યપુસ્તકો વિગેરેને કાર્ય કરવામાં આ જીવ પોતાના સ્વાધીનપણે જોડે છે. વ્યાપારિત કરે છે. તે તે કાર્ય કરવાના સાધનરૂપે પરિણમાવે છે. અને સૂર્યના પ્રકાશને જીવ પોતાના સ્વાધીનપણે વ્યાપારિત કરી શકતો નથી. પેનને હાથમાં પકડીને પોતાની ઈચ્છાનુસાર અક્ષરોના મરોડ કાઢવામાં વાપરે છે. પરિણત કરે છે. તેવી રીતે સૂર્યના પ્રકાશને હાથમાં પકડીને કાર્યમાં ઈચ્છાનુસાર જોડી શકાતો નથી. જીવને સ્વાધીન નથી. છતાં પ્રકાશની હાજરીમાં જ કાગળ કે પુસ્તક લખી શકાય છે. આ રીતે જે જે કારણો કર્તાને પોતાને સ્વાધીન ન હોય, કર્તા પોતે કાર્ય કરવામાં જેને પરિણાવી કે વ્યાપારિત કરી શકતો ન હોય, પણ કાર્યકરવામાં જેની હાજરી અવશ્ય જોઈએ જ, એવાં પરિણામ રહિત અને વ્યાપારાત્મકક્રિયા રહિત જે જે કારણો હોય છે. તેને અપેક્ષાકારણ કહેવાય છે.
કાર્યકરવામાં જે કારણ આધારરૂપ હોય છે. ટેકારૂપ હોય છે. તથા ઉદાસીન હોય છે. એટલે કે કર્તા તે કારણની હાજરીમાં કાર્ય કરે કે કાર્ય ન કરે તો પણ કર્તાને
જ્યારે કાર્ય કરવું હોય ત્યારે સદા સહાય આપવા જે કારણ તૈયાર જ હોય છે. કર્તાને કાર્યકરવાની ક્રિયામાં જોડવામાં બલાત્કાર કે પ્રેરણા કરતું નથી, પરંતુ કાર્ય કરવામાં આધારરૂપ જે કારણ બને છે. આવું અધિકરણસ્વરૂપ (આધાર-ટેકા સ્વરૂપ) અને ઉદાસીનપ્રકૃતિવાળું (પ્રેરણા આદિ પરિણામથી રહિત) એવું જ કારણ છે તે અપેક્ષાકારણ કહેવાય છે. જેમ કે ગમનાગમનની ક્રિયામાં પરિણામ પામેલ ઝષને એટલે મત્સ્યને જળ અપેક્ષા કારણ છે. મજ્યમાં ગતિ કરવાનું સામર્થ્ય સ્વયં પોતાનું જ છે. છતાં જળની હાજરીની અપેક્ષા અવશ્ય રહે જ છે. કાગળ કે પુસ્તક લખવાનું સામર્થ્ય પુરુષનું પોતાનું છે. તો પણ પ્રકાશની હાજરીની જરૂર રહે જ છે. તેમ ગતિપરિણામી જીવ-પુગલને ગતિમાં સહાયક તરીકે અપેક્ષાકારણભૂત ધર્મદ્રવ્ય કહેતાં ધર્માસ્તિકાયદ્રવ્ય કારણ જાણવું.
स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः "इति चेत् न अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः, अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथाસિદ્ધિાસ” રૂતિ િ ૨૦-૪ છે