________________
૪૮૨ ઢાળ-૧૦ : ગાથા-૪-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- તિહાં ધુરિ ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈ- ગતિપરિણામી જે પુદ્ગલ જીવ દ્રવ્ય, લોક ક. ચતુર્દશરજવાત્મક આકાશખંડ, તેહમાંહિં છઈ, તેહનું જે અપેક્ષા કારણ-પરિણામ વ્યાપાર રહિત, અધિકરણરૂપ, ઉદાસીન કારણ, જિમ ગમનાગમનાદિ ક્રિયા પરિણત ઝષ ક. મત્સ્ય, તેહનાં જળ અપેક્ષાકારણ છઇં. તે ધર્મદ્રવ્ય ક. ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું.
"स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाऽभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः, अन्यथा अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद् इति दिग् ॥ १०-४ ॥
ઈમ હિવઈ-અધર્માસ્તિકાયનું લક્ષણ કહઈ છઈ
સ્થિતિપરિણામી જે પુદ્ગલ જીવદ્રવ્ય, તેહોની સ્થિતિનો હેતુ કહિછે, અપેક્ષાકારણ જે દ્રવ્ય, તે અધર્માસ્તિકાય જાણવો. ગતિ સ્થિતિપરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઇ કારણ સિદ્ધ હોઈ, તે એ ૨ દ્રવ્ય જાણવાં. તેણઈ કરી ઝષાદિ ગત્યપેક્ષાકારણ જલાદિ દ્રવ્યનઇ વિષઇ ધમસ્તિકાયાદિ દ્રવ્ય લક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. | ૧૦-૫ |
વિવેચન– છએ દ્રવ્યોનાં નામ કહ્યાં, હવે એક એક દ્રવ્યનું ક્રમશઃ સ્વરૂપ સમજાવે છે.
तिहां धुरि धर्मास्तिकाय लक्षण कहई छई- गतिपरिणामी जे पुद्गल जीव द्रव्य, लोक० क० चतुर्दशरज्वात्मक आकाशखंड, तेहमांहिं-छई, तेहy जे अपेक्षा कारण-परिणाम व्यापार रहित, अधिकरणरूप, उदासीनकारण, जिम-गमनागमनादि क्रियापरिणत झष क. मत्स्य, तेहनइं-जल अपेक्षाकारण छइं, ते धर्मद्रव्य क० धर्मास्तिकाय द्रव्य जाणवं.
તે છએ દ્રવ્યોમાં દુર = પ્રથમ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેલું છે. તેથી પ્રથમ ધર્માસ્તિકાયનું લક્ષણ કહીએ છીએ. પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય ગતિપરિણામી છે. ગમનાગમન કરવાના સ્વભાવવાળાં છે. આ બન્ને દ્રવ્યોનું ગમનાગમન, લોક કહેતાં ચૌદ રજુ પ્રમાણવાળા લોકાકાશ સ્વરૂપ જે આકાશખંડ છે. તેમાં જ થાય છે. આ ગમનાગમન કરવામાં તે બન્ને દ્રવ્યોને જે અપેક્ષાકારણભૂત દ્રવ્ય છે. તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે.