________________
૪૮૪ ઢાળ-૧૦ : ગાથા-૪-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રશ્ન- અહીં કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે- મત્સ્યને તરવાની ક્રિયા કરવામાં જેમ જળ અપેક્ષાકારણ છે તેમ જીવપુગલને ગતિક્રિયા કરવામાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે. આમ તમે મત્સ્યના ઉદાહરણથી ધર્માસ્તિકાય દ્રવ્ય સમજાવો છો. પરંતુ મત્સ્યને તરવાની ક્રિયા કરવામાં જળ અપેક્ષા કારણ હોય છે. આ જ વાત પહેલાં તો અમને માન્ય નથી. તો પછી દાષ્ટ્રન્તિકની સિદ્ધિ કેમ થાય ? અમારું માનવું આમ છે કે “ભૂમિ ઉપર મત્સ્યની તરવાની ક્રિયા જે થતી નથી. તેમાં આકુળવ્યાકુલતા અને દુઃખદાયીપણું આ કારણો છે. આ રીતે ભૂમિ ઉપર આકુલ વ્યાકુલતા થતી હોવાના કારણે આવા પ્રકારની ભૂમિ ઉપર ચાલવાની ચેષ્ટા કરવામાં હેતુભૂત એવી ઈચ્છાનો જ અભાવ છે. પોતાની ઈચ્છાના અભાવથી જ ભૂમિ ઉપર મત્સ્યની ગતિક્રિયા થતી નથી. પરંતુ જલનો અભાવ હોવાથી ગતિક્રિયાનો અભાવ છે આમ નથી, જો અમારી આ માન્યતા પ્રમાણે આમ સમજીએ તો આ ઉદાહરણથી ગતિમાં અપેક્ષાકારણ તરીકે ધર્માસ્તિકાયની સિદ્ધિ કરવામાં આ ઉદાહરણ પ્રમાણભૂત બનતું નથી. તેથી ભૂમિ ઉપર આકલ વ્યાકુલતા અને દુઃખદાયી પરિસ્થિતિના કારણે ગતિ કરવાની ઈચ્છાના અભાવથી જ મત્સ્ય ગતિ કરતું નથી. આમ સમજવું જોઈએ. પરંતુ જલાભાવથી ભૂમિ ઉપર મત્સ્યની ગતિનો અભાવ છે. આમ નહીં.
ઉત્તર– તમારો આ પ્રશ્ન ઉચિત નથી. કારણકે કોઈ પણ કાર્યકારણની વ્યવસ્થામાં અન્વયવ્યતિરેક જે સંબંધ છે. તેનાથી પ્રસિદ્ધ થયેલો એવો લોકવ્યવહાર હોય છે. તેનાથી જ આ વ્યવસ્થા સિદ્ધ થાય છે. મન ફાવે તેવી કલ્પનાઓથી કાર્યકારણભાવની સિદ્ધિ થતી નથી. જ્યાં જ્યાં જળ હોય છે. ત્યાં ત્યાં જ મત્સ્ય ગતિ કરે છે આ અન્વયસંબંધ છે. અને જ્યાં જ્યાં જળ હોતુ નથી ત્યાં ત્યાં મત્સ્ય ગતિ કરતું નથી આ વ્યતિરેકસંબંધ છે તથા વળી ભૂમિ ઉપર મત્સ્યને ગતિ કરવાની જે ઇચ્છા થતી નથી આમ તમે જે કહ્યું તેનો અર્થ પણ એ જ છે કે જળ નામનું કારણ ત્યાં ન હોવાથી આકુળવ્યાકુલતા થાય છે. અને તેના કારણે જ ગતિની ઈચ્છાનો અભાવ છે. ઈચ્છાના અભાવમાં પણ કારણ તો જળનો અભાવ જ છે. તેથી જ લોકવ્યવહાર આવો પ્રસિદ્ધ છે કે મત્સ્ય જળની સહાયથી જ ગતિ કાર્ય કરે છે. તો પ્રસિદ્ધ એવા લોકવ્યવહારને લોપીને કપોલકલ્પિત કલ્પનાઓ કરવી તે સઘળું વ્યર્થ છે. અન્યથા (જો આમ નહીં માનો તો) ઘટ-પટાદિ સંસારનાં સર્વે કાર્યો અન્તિમકારણથી જ થાય છે. આમ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેને લીધે ઈતર સઘળાં કારણો અન્યથાસિદ્ધ (વ્યર્થ-નિષ્ફળ) માનવાનો પ્રસંગ આવશે. જેમ કે અમદાવાદથી મુંબઈ