________________
૪૮૬ ઢાળ-૧૦ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરવામાં આવે તો ધર્માસ્તિકાયનું કરાયેલું આ લક્ષણ ધર્માસ્તિકાયમાં તો ઘટે છે પરંતુ ધર્માસ્તિકાયથી ભિન્ન એવા જલાદિમાં પણ જાય છે તેથી અતિવ્યાપ્તિ આવે, પરંતુ “સાધારણ” શબ્દ ઉમેરેલો હોવાથી આ અતિવ્યાપ્તિ આવતી નથી. “તો સાથRUતિયાપેક્ષારત્વ” આ લક્ષણ જલાદિમાં જતુ નથી. કારણ કે જલાદિદ્રવ્ય તો માત્ર મસ્યાદિને જ ગતિમાં કારણ બને છે. સકલ જીવ-પુદ્ગલને સાધારણ કારણ બનતું નથી. તેથી ધર્માસ્તિકાયનું આ લક્ષણ અતિવ્યપ્તિ દોષ વિનાનું છે.
તેવી જ રીતે તાપથી દાહ પામતા પુરુષોને વૃક્ષોની છાયા સ્થિતિનું અપેક્ષાકારણ છે. પણ સકલ જીવ-પુગલનું તે અપેક્ષાકારણ બનતું નથી. તેથી અધર્માસ્તિકાયના લક્ષણની પણ છાયા આદિમાં અતિવ્યાપ્તિ આવતી નથી. આ રીતે કોઈ પણ વિવક્ષિત એકકાર્ય કરવામાં તેનાં પ્રતિનિયત એવાં વિશિષ્ટ કારણો પણ કાર્યનાં કારણો કહેવાય છે અને સામાન્ય કારણો પણ કાર્યનાં કારણો કહેવાય છે. એકથી બીજાને બાધા આવતી નથી કે અન્યથાસિદ્ધત્વ આવતું નથી. જેમ કે દેવદત્તને વાંચન-લેખનાદિ કાર્ય કરવામાં પોતાની ચક્ષુ પણ કારણ છે. અને પ્રકાશ પણ કારણ છે. એક વિશેષપણે કારણ છે. બીજું સામાન્યપણે કારણ છે. એટલે કોઈ એક કારણ કોઈ બીજા કારણનું બાધક કે અન્યથા સિદ્ધ થતું નથી. તેમ મત્સ્યને ગતિકરવામાં જળ એ વિશેષકારણ છે. મનુષ્યાદિને પોતાના પગ કે લાકડી એ વિશેષકારણ છે. અને ધર્માસ્તિકાય એ સર્વદ્રવ્યોને ગતિમાં સહાયક હોવાથી સાધારણકારણ છે. આમ સ્પષ્ટ અર્થબોધ કરવો. ૧૬૬ / સહજ ઉર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ ! ગગનિં અનંતઈ રે કહિ નવિ કલઈ, ફિરવા રસનો રે ધંધ //
સમક્તિ સૂવું રે છણિપરિ આદરો / ૧૦-૬ / ગાથાર્થ સ્વાભાવિકપણે જ ઉર્ધ્વગતિ કરનારા મુક્તના જીવને ધર્માસ્તિકાયના પ્રતિબંધ વિના અનંત એવા ગગનમાં (અલોકાકાશમાં) ફરવાના રસનો ધંધો (ફરવાપણું) અટકે જ નહીં. જે ૧૦-//
- ટબો- ધર્માસ્તિકાય દ્રવ્યનઇ વિષઇ પ્રમાણ કહઇ છઇં- જો ગતિનઇ વિષઇ ધર્માસ્તિકાયદ્રવ્યનો પ્રતિબંધ ક. નિયમ ન હોઈ, તો સહજ ઉર્ધ્વગતિગામી જે મુક્ત કહિઇ સિદ્ધ, તેહનઈ, “એક સમયઇ લોકાગ્ર જાઇ” એહવઇ સ્વભાવઇ અનંતઇ ગગનઇ જતાં હજી લગઇ ફિરવાના રસનો ધંધ ન લઈ,જે માટઇ અનંત