________________
૪૮૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૪-૫ વ્યવહારકાળ લઈએ તો માત્ર અઢીદ્વિીપમાં જ વ્યાપ્ત છે. પરંતુ વર્તના સ્વરૂપ નિશ્ચયકાલ લઈએ તો સમસ્ત લોકાકાશવ્યાપી છે. (અલોકાકાશ વ્યાપી પણ છે.) સર્વગતને સર્વવ્યાપી કહેવાય છે. અને અસર્વગતને અસર્વવ્યાપી અથવા દેશવ્યાપી પણ કહેવાય છે.
૧૨ સપ્રવેશ-અપ્રવેશ- જે દ્રવ્ય પોતાનું સ્વરૂપ ત્યજીને અન્ય દ્રવ્યરૂપે જ બની જાય તે સપ્રવેશ કહેવાય છે. અને બીજા દ્રવ્યસ્વરૂપે ન થાય તે અપ્રવેશ કહેવાય છે. છ દ્રવ્યોમાંનું કોઈ પણ દ્રવ્ય, અન્ય દ્રવ્યની સાથે ગમે તેટલો કાળ રહે તો પણ અન્ય દ્રવ્ય સ્વરૂપે થતું નથી. તેથી છએ દ્રવ્યો અપ્રવેશી જ છે. કોઈ પણ દ્રવ્ય સપ્રવેશી નથી. જેમ કે જીવદ્રવ્ય ગમે તેટલો કાળ જડની સાથે રહે તો પણ તે જીવદ્રવ્ય જડદ્રવ્ય બનતું નથી. તેવી જ રીતે પુગલ દ્રવ્ય ગમે તેટલો કાળ જીવ દ્રવ્ય સાથે રહે તો પણ તે પુગલ દ્રવ્ય જીવદ્રવ્ય બનતું નથી. માટે અપ્રવેશી છે તેમ બાકીનાં દ્રવ્યો માટે પણ સમજી લેવું.
- આ પ્રમાણે છએ દ્રવ્યોનું બાર પ્રકારે સાધચ્ચે વૈધર્મ સમજાવ્યું તેની વિચારણાવિશેષ કરવાથી દ્રવ્યોનું સ્વરૂપ અત્યન્ત સ્પષ્ટ થાય છે તથા કયું કર્યું દ્રવ્ય ક્યા
ક્યા ગુણધર્મથી કયા કયા દ્રવ્યની સાથે મળતું આવે છે અને ક્યાં મળતું આવતું નથી. આમ અભેદ અને ભેદ પણ જણાય છે. તેને જ સાધર્મ-વૈધર્મ કહેવાય છે. II૧૬૪ ગતિપરિણામી રે પુગલ જીવનઈ, ઝષનઈ જલ જિમ હોઈ તાસ અપેક્ષા રે કારણ લોકમાં, ધરમદ્રવ્ય ગઈ રે સોઈ ૧૦-૪ || થિતિ પરિણામી રે પુગલજીવની, થિતિનો હેતુ અધર્મ સવિ સાધારણ ગતિ થિતિ હેતુતા, દોઈ દ્રવ્યનો રે ધર્મ, //
સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો / ૧૦-૫ ગાથાર્થ–મસ્યને ગતિમાં જેમ જલ અપેક્ષાકારણ છે. તેમ ગતિભાવે પરિણામ પામેલાં જીવ-પુદગલ દ્રવ્યોને આ લોકમાં જે ગતિમાં અપેક્ષાકારણભૂત દ્રવ્ય છે. તે ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. (ઝષને = મત્સ્યને, ગઈ = જાણવું, સોઈ = તે)
એવી જ રીતે સ્થિતિભાવે પરિણામ પામેલાં જીવ-પુદ્ગલદ્રવ્યોને સ્થિતિમાં હેતુભૂત જે દ્રવ્ય છે. તે અધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. સર્વે જીવ-પુદ્ગલ દ્રવ્યમાં સાધારણપણે (સામાન્યથી માત્ર એક સરખા સમાન કારણ સ્વરૂપે) ગતિ-સ્થિતિમાં હેતુતા, એ જ આ બે દ્રવ્યોનો ધર્મ છે. આમ જાણવું. || ૧૦-૪-પા