________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૩
૪૭૯ ૭ સક્રિય-અક્રિય. જો કે નિશ્ચયનયથી સર્વે દ્રવ્યો પોતપોતાની નિયત ક્રિયા તો કરે જ છે. તેથી સર્વે દ્રવ્યો સક્રિય છે. તો પણ વ્યવહારનયથી ગમનાગમનાદિ પૂલ ક્રિયા જીવ-પુદ્ગલ આ બે જ દ્રવ્યો કરે છે. તેથી બે દ્રવ્યો સક્રિય છે. અને બાકીનાં ચાર દ્રવ્યો ગમનાગમનાદિરૂપ સ્થૂલક્રિયા ન કરતાં હોવાથી અક્રિય છે.
૮ નિત્ય-અનિત્ય- છ એ દ્રવ્યો અનાદિ-અનંત છે એટલે સદા રહેનાર છે. કોઈ પણ કાળે કોઈ પણ દ્રવ્ય નથી હોતું એમ નથી. આ દૃષ્ટિએ છએ દ્રવ્યો નિત્ય છે. આમ નિશ્ચયનય કહે છે. પરંતુ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો હોવાથી જે જે દ્રવ્યો પરિણામી છે. નવી નવી અવસ્થા પામીને બદલાય છે. તે અવસ્થાઓને વધારે લક્ષ્યમાં લઈને જીવ-પુદ્ગલ આ બે દ્રવ્યોને અનિત્ય માને છે. અને ધર્માદિ શેષ ચારદ્રવ્યોને નિત્ય માને છે. પરમાર્થદૃષ્ટિએ છએ દ્રવ્યો નિત્યાનિત્ય છે.
૯ કારણ-અકારણ- જે દ્રવ્ય બીજદ્રવ્યના ઉપયોગમાં આવે છે. તે કારણ, અને જે દ્રવ્યો બીજા દ્રવ્યના ઉપયોગમાં ન આવે તે અકારણ, જીવ સિવાયનાં શેષ પાંચે દ્રવ્યો ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા, આદિ રૂપે જીવના ઉપયોગમાં આવે છે. તેથી પાંચ દ્રવ્યો કારણ છે. અને જીવ દ્રવ્ય કોઈ પણ અજીવદ્રવ્યોના ઉપયોગમાં આવતું નથી. માટે અકારણ છે.
૧૦ કર્તા-અકર્તા- જે દ્રવ્ય રવતંત્ર હોય, બીજાં દ્રવ્યોનો ઉપયોગ કરનાર હોય તે કર્તા કહેવાય છે. જીવદ્રવ્ય આવા પ્રકારનું હોવાથી તે કર્તા છે. અને જે દ્રવ્યો પરતંત્ર હોય, એટલે કે ઉપભોક્તા ન હોય, પરંતુ ઉપભોગ્ય હોય. બીજાં દ્રવ્યોનો ઉપયોગ પોતે ન કરી શકે પરંતુ પોતાનો ઉપયોગ બીજું દ્રવ્ય કરે તે અકર્તા કહેવાય છે. આ રીતે જોતાં જીવ સિવાયનાં પાંચ દ્રવ્યો અકર્તા છે.
૧૧ સર્વગત-અસર્વગત- લોક અને અલોક એમ બનેમાં જે વ્યાપ્ત હોય તે સર્વગત કહેવાય છે. આકાશનામનું એક જ દ્રવ્ય સર્વગત છે બાકીનાં પાંચ દ્રવ્યો લોકમાં જ માત્ર છે. લોકાલોકમાં નથી. તેથી અસર્વગત છે તેમાં પણ ધર્મ-અધર્મ દ્રવ્ય સમસ્ત લોકાકાશ વ્યાપી છે. કોઈપણ એક જીવ દ્રવ્ય લોકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે. તેનાથી વધીને કેવલીસમુઘાતકાળે સમસ્ત લોકવ્યાપી પણ થાય છે. પુગલદ્રવ્ય સમસ્ત લઈએ તો લોકાકાશમાં વ્યાપ્ત છે. અને કોઈ એક દ્રવ્ય પુદ્ગલ લઈએ તો એટલે કે સંખ્યાત-અસંખ્યાત અનંત પ્રદેશી આદિ સ્કંધો માત્ર લઈએ તો લોકાકાશના એકપ્રદેશાદિ ક્ષેત્રોમાં યથાયોગ્ય વ્યાપ્ત છે. કાલદ્રવ્યમાં જ્યોતિચક્રના ચારથી થતો