________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ઃ ગાથા-૩ અર્થાત્ પ્રદેશવાળા તરીકે પ્રખ્યાત જે દ્રવ્યો છે. તે અસ્તિકાય દ્રવ્યો જાણવાં, આવી વ્યુત્પત્તિ કરવી. કાલદ્રવ્યને અસ્તિકાય દ્રવ્ય કહેવાતું નથી. કારણ કે તે દ્રવ્યને પ્રદેશોનો સમૂહ નથી. કાળદ્રવ્યનો કોઈ પણ એક સમય બીજા સમયની સાથે મળતો નથી, બે સમયોનો પિંડ થતો નથી. એક સમય ગયા પછી જ બીજો સમય આવે છે. તે વતી = તે માટે અર્થાત્ સમયોનો પરસ્પર પિંડ થતો નથી તે કારણે કાલને અસ્તિકાય કહેવાતો નથી. આ રીતે બીજાં પણ સાધર્મ-વૈધર્મ અન્યગ્રંથોથી જાણવાં. સારાંશ કે અસ્તિકાય પણે પાંચદ્રવ્યોનું સાધર્યુ અને કાલદ્રવ્યનું વૈધર્મ જેમ સમજાવ્યું તેવી રીતે બીજાં પણ સાધચ્ચે-વૈધર્મ આ છ દ્રવ્યોમાં પ્રશમરતિ આદિ મહાગ્રંથોથી જાણવાં.
જેમ કે ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો એક એક છે આ ત્રણથી બાકીનાં ત્રણ દ્રવ્યો અનંત છે. કાલ વિનાનાં પાંચ દ્રવ્યો અસ્તિકાય છે. અને જીવ સિવાયનાં બાકીનાં પાંચ દ્રવ્યો અકર્તા છે. ઈત્યાદિ સાધર્મ અને વૈધર્મે પ્રશમરતિ આદિ મહાગ્રંથોથી જાણવું.
જે જે દ્રવ્યો, જે જે ધર્મથી પરસ્પર સમાન હોય, અરસપરસ મળતાં આવતાં હોય, તે સાધર્મ કહેવાય છે. અને જે જે દ્રવ્યો જે જે ધર્મથી અસમાન હોય, પરસ્પર મળતાં ન આવતાં હોય તે વૈધર્યુ કહેવાય છે. આ સાધર્મ વૈધર્મ જાણવા માટે નવતત્ત્વની આ ગાથા ભણવા જેવી છે. .. परिणामी जीवमुत्तं, सपएसा एग खित्त किरिया य ।
णिच्चं कारण कत्ता, सव्वगय इयर अप्पवेसे ॥ नवतत्त्व गाथा १४ ॥
આ ગાથામાં કુલ ૧૨ દ્વારો છે. તેનાં વિરોધી ધારો થર શબ્દથી લેવાનાં છે. એટલે પ્રતિપક્ષી સાથે કુલ ૨૪ ધારો થાય છે. તેમાં જે દ્રવ્યો જે ધર્મથી મળતાં આવતાં હોય તે દ્રવ્યોનું તે દ્રવ્યોની સાથે સાધર્મ જાણવું. અને મળતાં ન આવતાં હોય તે દ્રવ્યોનું તે દ્રવ્યોની સાથે પરસ્પર વૈધર્મ જાણવું.
૧. પરિણામી-અપરિણામી = અન્ય અન્ય દ્રવ્યના યોગે તે તે રૂપે પરિણામ પામવું તે પરિણામી અને પરિણામ ન પામવું તે અપરિણામી. અહીં જીવ અને પુલ આ બે દ્રવ્યો વ્યવહારનયથી નાના પ્રકારના પરિણામને પામે છે. માટે પરિણામી છે. શેષ ચાર દ્રવ્યો તેવા પરિણામને નથી પામતાં, માટે વ્યવહારનયથી અપરિણામી છે.
નિશ્ચયનયથી સર્વે દ્રવ્યો પોત-પોતાના પર્યાયોમાં અવશ્ય પરિણામ પામે છે. તેથી સર્વે દ્રવ્યો નિશ્ચયનયથી પરિણામી છે.