Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ−૧૦ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ છએ દ્રવ્યોનો દ્રવ્યપણાની જાતિરૂપે એટલે કે દ્રવ્યત્વજાતિવાળા સ્વરૂપે તથા પર્યાય પામવાના પ્રવાહપણે એટલે કે પ્રતિસમયે નવા નવા પર્યાયો પ્રાપ્ત કરવાના સતત પ્રવાહ પણે કદાપિ આદિ પણ નથી અને અંત પણ નથી. એટલે કે અનાદિકાળથી છે અને અનંતકાળ રહેશે જ. આ છ દ્રવ્યો ભૂતકાળમાં ન હતાં, કે વર્તમાનકાળમાં નથી, કે ભાવિકાળમાં નહી હોય આવું કદાપિ બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં. તથા આ છએ દ્રવ્યો અનાદિ-અનંત હોવાથી જેવાં છે તેવાં જાણવાં, અનાદિ-અનંતપણે જ જાણવા પ્રયત્નશીલ થવું. પરંતુ આ જગતમાં આ દ્રવ્યો ક્યારે આવ્યાં ? જીવ ક્યારે આવ્યો ? કોણે બનાવ્યો ? ક્યાંથી આવ્યો ? ક્યારેક તો આ સંસારની શરૂઆત થઈ હશેને ? ભગવાન તો કેવલી હોવાથી પહેલું કોણ અને પછી કોણ ? એ જાણે જ ને? સૌથી પહેલું કોણ મોક્ષે ગયું ? નિગોદમાંથી પહેલો જીવ કોણ નીકળ્યો ? મોક્ષમાં જનારા જીવ વિના તે પ્રથમ કેવી રીતે નીકળ્યો? આવા કોઈ પણ પ્રશ્નો કરવા નહીં, આવા પ્રશ્નોની ઝંઝટમાં પડવું નહીં, નિરર્થક સમય ગુમાવવો નહીં. જગત અનાદિઅનંત છે. અને જેવું જગત છે તેવું જ ભગવાન કેવલજ્ઞાનથી દેખે છે. ભગવાન કેવલી હોવા છતાં ઘટને ઘટરૂપે જ જાણે, પટરૂપે ન જાણે, કારણ કે ઘટપદાર્થ એ પટ નથી. આ રીતે ઘટને પટપણે ન જાણવામાં કેવલજ્ઞાનની અપૂર્ણતા નથી. પણ શૈય તેવું નથી. તેથી તેમ નથી જાણતા. જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી જાણે આ રીતે તેઓની આ યથાર્થદર્શિતા છે. તેવી જ રીતે જે જે પદાર્થો અનાદિ-અનંત છે. તે સર્વે પદાર્થોને તે રીતે જ એટલે કે અનાદિ-અનંતપણે જ ભગવાન જાણે છે. આદિ-અંતપણે જાણતા નથી તેમાં કેવલજ્ઞાનની અપૂર્ણતા નથી. પરંતુ વસ્તુસ્થિતિ તેવી એટલે કે આદિઅંતવાળી નથી. આ રીતે સાચી દૃષ્ટિ રાખીને પદાર્થોને યથાર્થપણે સમજવા.
૪૭૬
एह मध्ये काल वर्जीनई ५ अस्तिकाय कहिइं, "अस्तयः प्रदेशाः, तैः कायन्ते शब्दायन्ते " इति व्युत्पत्तेः । कालद्रव्यनई अस्तिकाय न कहिई, जे माटई तेहनइ प्रदेशसंघात नथी, एक समय बीजा समयनई न मिलई ते वती, इम बीजां पणि
धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् ।
कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तॄणि ॥ २१४ ॥
इत्यादि साधर्म्य - वैधर्म्य प्रशमरत्यादि महाग्रंथथी जाणवुं ॥ १०-३ ॥
આ છ દ્રવ્યોની અંદર કાલદ્રવ્યને વર્જીને બાકીનાં ૫ દ્રવ્યો અસ્તિકાય કહેવાય છે. અહીં “અસ્તિ” શબ્દનો અર્થ પ્રદેશ જાણવો. તે પ્રદેશો વડે જે ગવાય, એટલે કે પ્રદેશોવાળા છે. આમ જેઓને કહેવાય તે. અથવા પ્રદેશોનો જે સમૂહ તે અસ્તિકાય