Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૭૪ ઢાળ-૧૦ : ગાથા૧-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ સમ્યકત્વ ગુણ હોતે છતે જ દાનાદિ સર્વે પણ ક્રિયાઓ સફળ જાણવી. કારણ કે (સમ્યકત્વપૂર્વકની જ) આ ક્રિયાઓ મોક્ષફળને આપનારી બને છે અને અત્યન્ત શ્રેષ્ઠ છે. ૬-૨૦માં
ઉપર મુજબ વિંશતિર્વિશિકામાં છઠ્ઠી વિંશિકાની વીસમી ગાથામાં કહ્યું છે.
ए समकित विना सर्व क्रिया धंधरूप जाणवी. समकित विना जे अगीतार्थ तथा अगीतार्थनिश्रित स्व-स्वाभिनिवेशई हठमार्गि पडिआ छइं. ते सर्व जातिअंध सरखा નાવા. તે “મનું" નાખો વર, તો પા ભવ્યું ન હોડ. ૩ક્તિ – '
"सुंदरबुद्धिइ कयं, बहुअं पि ण सुंदरं होइ''
ते माटिं "द्रव्यगुण पर्याय भेद परिज्ञानइं करीनइं सूधुं समकित आदरो." ए હિતોપવેશ. મે ૨૦-૨ |
ઉપર કહેલા “સમ્યકત્વ” ગુણ વિના કરાયેલી સર્વ ધર્મક્રિયાઓ ધાંધલ-ધમાલરૂપ જાણવી એટલે કે ધ્યાધ્ય સ્વરૂપ (બુદ્ધિની અંધતા સ્વરૂપ) જાણવી. કારણ કે તે ધર્મક્રિયાઓ યથાર્થ કર્મનિર્જરા રૂપ ફળને આપનારી બનતી નથી. જે આત્માઓ આવા પ્રકારનું સમ્યકત્વ પામ્યા નથી અને સમ્યકત્વગુણ વિના પોતે અગીતાર્થ થઈને ચાલે છે અથવા અગીતાર્થની નિશ્રાએ ચાલે છે તે સર્વે આત્માઓ પોતપોતાના મનમાં માની લીધેલા કુમાર્ગના હઠાગ્રહમાં (કદાગ્રહમાં) પડેલા છે. અને તે સર્વે જન્માંધ સરખા જાણવા. જેમ જન્માંધને ઘટ-પટ આદિ પદાર્થો દેખાતા નથી. તેવી રીતે આ આત્માઓને દ્રવ્યગુણપર્યાયનું યથાર્થ સ્વરૂપ સમજાતું નથી. અને તેથી તે તરફની ઉપેક્ષાવાળા થયા છતા મિથ્યાજ્ઞાનમાં જ રાચનારા અને વિષયરસમાં જ નાચનારા બને છે.
આવા આત્માઓ “મારૂ ભલું થશે એમ માનીને ધર્મક્રિયા કરે પરંતુ ભલું ન થાય.” જેને ઉંધી દિશા પકડાઈ છે. તે પોતાનું ઈષ્ટગામ આ દિશાએ જ છે એમ માનીને ગાડી દોડાવે પણ ઈર્ટગામ આવે નહીં. બલ્ક ઈષ્ટગામનું અંતર વધતું જાય. ઉપદેશમાલા શાસ્ત્રની ૪૧૪મી ગાથામાં કહ્યું છે કે
સુંદરબુદ્ધિથી (લાગણીયુક્ત બુદ્ધિથી) કરેલું ઘણું કાર્ય પણ (અજ્ઞાનતાથી) ઉલટી દિશા તરફ હોય ત્યારે સુંદર ફળ આપનારૂં થતું નથી” તે માટે દ્રવ્યગુણ અને પર્યાયના ભેદ-પ્રભેદોનું યથાર્થજ્ઞાન કરીને “સૂવું” = સુધાતુલ્ય = અમૃતતુલ્ય એવું અથવા સુથા = શુદ્ધ = નિર્દોષ એવું સમક્તિ આદરી. પણ સમ્યત્વ વિના ભૂલા ન ભમો, આવો હિતોપદેશ ગુરુજી આપણને આપે છે. છે૧૬૩ |