________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા–૧-૨
- ૪૭૩ કથંચિત્ ભિનાભિન છે કે જે ચોથી ઢાળમાં સમજાવ્યો છે. તેથી સમસ્ત પદાર્થો સપ્તભંગીરૂપ છે. પરંતુ એકાન્ત કોઈ એક રૂપવાળા નથી. અનેકાન્તમય છે. આ વાત સમજવા-સમજાવવાના સાધનસ્વરૂપે નયોની વાત સમજાવી. તથા પૂર્વોત્તર પર્યાય રૂપે નાશ અને ઉત્પત્તિમય છે. છતાં દ્રવ્યસ્વરૂપે ધ્રુવ પણ છે. ઈત્યાદિ જે પદાર્થનું જેવું સ્વરૂપ છે. તેવું સ્વરૂપ = એટલે કે પારમાર્થિક સ્વરૂપ અમે સમજાવ્યું છે. તે સ્વરૂપને બરાબર વિચારીને, ભણીને, ગુરુગમ દ્વારા જાણીને, અત્યન્ત સૂક્ષ્મતા પૂર્વકનો અભ્યાસ કરીને વિસ્તૃત રૂચિવાળું એટલે કે અત્યન્ત દૃઢ રૂચિ-પ્રીતિ-પરમવિશ્વાસવાળું ભાવસભ્યત્વ ‘તમે આદરો. કે જે ભાવસમ્યકત્વને કોઈ ચલિત કરી ન શકે કારણ કે જ્યારે પોતાને જે વસ્તુ બરાબર = યથાર્થ સમજાઈ હોય, હૈયામાં યથાર્થ જચી ગઈ હોય, યુક્તિઓ પૂર્વક બેસાડી હોય, સ્થિર કરી હોય ત્યારે તે શ્રદ્ધાને કોણ ચલિત કરી શકે ? અર્થાત્ કોઈ ચલિત ન કરી શકે. આવી મજબૂત શ્રદ્ધાવાળા સમ્યકત્વને તમે આવા ગ્રંથોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરો. હવે કદાચ ધારો કે દ્રવ્ય ગુણ પર્યાયનો અતિશય સૂક્ષ્મ અભ્યાસ કરવાની, સમજવાની, બરાબર યથાર્થ રીતે તેને સંગત કરવાની અને ધારણામાં રાખવાની તેવી ધારણાશક્તિ ન હોય અને તેના કારણે દ્રવ્ય-ગુણ પર્યાયનું અતિશય સૂક્ષ્મ ધારણાપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકો તો પણ આવા પ્રકારનું દ્રવ્યાદિનું સ્વરૂપ વારંવાર સાંભળતાં સાંભળતાં “આ વસ્તુઓ આમ જ છે. જેમ જિનેશ્વરભગવંતોએ શાસ્ત્રોમાં કહી છે” આવી પાકી ખાત્રી થવા રૂપ ભાવથી પાકી શ્રદ્ધા કરનારા બનો.
. તેથી જે આત્માઓની પોતાની ધારણાશક્તિ તેવી વિશિષ્ટ નથી તેઓ પણ જેની વિશાલ ધારણાશક્તિ છે તેવા જ્ઞાનવંત મહાત્મા પુરુષો પ્રત્યે જ્ઞાનગુણે કરીને રાગી થયા છતા તેઓ પ્રત્યે પૂજ્યભાવવાળા જો બને તો તેવા આત્માર્થી શ્રદ્ધાવંતને પણ યથાર્થ તત્ત્વ જાણવાની યોગ્યતાના ગુણે કરીને (વિશિષ્ટજ્ઞાન ન હોવા છતાં) દ્રવ્યસમ્યકત્વ હોય છે. આ પ્રમાણે કાં તો પોતે સ્વયં જ્ઞાની થાય, ગીતાર્થ થાય, અથવા ભાવથી જ્ઞાનીઓ પ્રત્યે શ્રદ્ધા કરવાપૂર્વક ગીતાર્થની નિશ્રામાં રહે તો, આમ બે પ્રકારે સમત્વવાળા જીવોની જ્ઞાનાભ્યાસરૂપ અને દયા-દાનાદિરૂપ જે કોઈ અલ્પ પ્રમાણની પણ (અલ્પમાત્રાએ પણ કરાયેલી) ધર્મક્રિયાઓ હોય છે. તે સર્વે ધર્મક્રિયાઓ કર્મોની નિર્જરા કરવારૂપી ફળ આપવામાં સફળ જાણવી. પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિજીએ વિંશતિર્વિશિકામાં કહ્યું છે કે
'दाणाइआओ एयम्मि, चेव सहलाओ हुंति किरिआओ ।
થાઓ વિ ટુ નડ્ડા, મોના પરમો એ છે ૬-૨૦ / ૧. “શુદ્ધધર્મ વિંશિકા” નામની છઠ્ઠી વિંશિકાની આ વીસમી ગાથા છે.