________________
૪૫૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૩ આ પ્રમાણે સમુદાયજનિત તથા (સંયોગ-વિભાગજન્ય એવો) ઐકત્વિક ઉત્પાદ, એમ બે પ્રકારનો વિશ્રસા ઉત્પાદ જીવ-પુગલ બે દ્રવ્યોમાં સમજાવ્યો. હવે ધર્માદિ શેષ ત્રણ દ્રવ્યોમાં ઉત્પાદ સમજાવે છે. ૧૫૪ || વિણ બંધ હેતુ સંયોગ છે, પરસંયોગો ઉત્પાદ રે || વળી જે ખિણ ખિણ પર્યાયથી, તે એકત્વ જ અવિવાદ રે |
- જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૨૨ / ગાથાર્થ– જે સંયોગ છે. પણ સ્કંધ બનવામાં હેતુ બનતો નથી. તેવા પરદ્રવ્યના સંયોગે પણ ઉત્પાદ થાય છે. (જે ધર્માદિ ત્રણ દ્રવ્યમાં સંભવે છે.) તેથી સમયે સમયે પર્યાયથી એકત્વપણાનો ઉત્પાદ નિર્વિવાદ થાય છે. | ૯-૨૨ |
ટબો- જિમ પરમાણુનો ઉત્પાદ એકત્વ જ, તિમ જેણઈ સંયોગઈ કંધ ન નિપજઈ, એહવો જે ધર્માસ્તિકાયાદિકનો જીવ-પુદ્ગલાદિક સંયોગ, તદ્ધારઇ-જે સંયુક્ત દ્રવ્યોત્પાદ અસંયુક્તાવસ્થાવિનાશપૂર્વક, તથા અજુર્બનયાભિમત જે ક્ષણિકપર્યાય, પ્રથમદ્વિતીયસમયાદિદ્રવ્ય વ્યવહારહેતુ, તદ્ધારઈ ઉત્પાદ, તે સર્વ એકત્વ જ જાણવો. ઈમાં કોઈ વિવાદ નથી. / ૯-૨૨ II
વિવેચન– જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યમાં ઉત્પાદના પ્રકારો જણાવ્યા પરંતુ ધર્મઅધર્મ અને આકાશ આ ત્રણે દ્રવ્યો સંખ્યામાં એક છે. અખંડ છે. પ્રદેશોના સંયોગથી બન્યાં નથી. તેમાં કદાપિ વિભાગ પણ થવાનો નથી. તો પછી તેમાં “ઉત્પાદ” કેવી રીતે સંભવે ? અને ધર્માદિ ત્રણ દ્રવ્યો પણ સ હોવાથી ઉત્પાદાદિ ૩ લક્ષણો તેમાં પણ ઘટવાં જ જોઈએ. કારણ કે આ ૩ લક્ષણો ઘટે તો જ તે સત કહેવાય છે. અને આ ત્રણ દ્રવ્યમાં સંયોગ જન્ય કે વિભાગ જન્ય ઉત્પાદ સંભવતા નથી તેથી ત્યાં ઉત્પાદ કેવી રીતે હોય ? તે હવે સમજાવે છે.
जिम परमाणुनो उत्पाद एकत्वज, तिम जेणई संयोगई स्कंध न नीपजई, एहवो जे धर्मास्तिकायादिकनो जीवपुद्गलादिकसंयोग, तद्वारइं जे संयुक्तद्रव्योत्पाद, असंयुक्तावस्थाविनाशूपूर्वक, तथा ऋजुसूत्रनयाभिमत जे क्षणिकपर्याय, प्रथमद्वितीयसमयादिद्रव्यव्यवहारहेतु, तद्द्वारइ उत्पाद, ते सर्व एकत्व ज जाणवो. इहां कोई विवाद નથી કે ૨-૨૨ |