________________
૪૫૮
ઢાળ-૯ : ગાથા-૨૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ - ગાથાર્થ– નાશ પણ (ઉત્પાદની જેમ જ) બે પ્રકારે છે એક રૂપાન્તર પરિણામ છે. અને વળી મનોહર એવો બીજો પ્રકાર અર્થાન્તરભાવગમન છે. તે ૯-૨૪ /
ટબો- કથંચિત્ “સ” રૂપાન્તર પામઇ, સર્વથા વિણસઈ નહીં. તે દ્રવ્યાર્થિકનયનો પરિણામ કહિઓ. પૂર્વ સત્ પર્યાયછે વિણસઇ. ઉત્તર અસત્ પર્યાયછે ઉપજઈ, તે પર્યાયાર્થિકનયનો પરિણામ કહિઓ. એ અભિપ્રાય જોતાં-એક રૂપાન્તર પરિણામ વિનાશ, એક અર્થાન્તર ભાવ ગમનવિનાશ. એ વિનાશના ૨ ભેદ જાણવા.
परिणामो ह्यर्थान्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ सत्पर्यायविनाशः, प्रादुर्भावोऽसता च पर्यायतः । द्रव्याणां परिणामः प्रोक्तः खलु पर्यवनयस्य ॥ એ વચન સમ્મતિ પ્રાપના પદ (૧૩) વૃત્તિ. I ૯-૨૪ /
વિવેચન- વસ્તુના ઉત્પાદનો પ્રયોગજનિત અને વિશ્રા એમ બે ભેદ જેમ કહ્યા, તેમ નાશના પણ બે પ્રકાર છે. એક રૂપાન્તર નાશ અને બીજો અર્થાન્તરભાવગમન નાશ. જો કે પ્રતિસમયે વસ્તુ પરાવર્તન પામે છે. એટલે પૂર્વ પૂર્વ પર્યાયનો નાશ પ્રતિસમયે થાય જ છે. તેને જ બે નયની દૃષ્ટિએ બે પ્રકારરૂપે ગ્રંથકારશ્રી જણાવે છે.
कथंचित् "सत्" रूपान्तर पामइं, सर्वथा विणसई नहीं. ते द्रव्यार्थिक नयनो परिणाम कहिओ. पूर्व सत् पर्यायई विणसइ. उत्तर 'असत्" पर्यायइ उपजइ. ते पर्यायार्थिकनयनो परिणाम कहिओ. ए अभिप्राय जोतां-एक रूपान्तर परिणाम विनाश, एक अर्थान्तरभावगमनविनाश, ए विनाशना २ भेद जाणवा.
દ્રવ્યાર્થિકનય નિત્યદૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી તેની વિચારધારા એવી છે કે જીવ-પુદ્ગલ આદિ કોઈ પણ સત્ વસ્તુ કથંચિત્ રૂપાન્તર પામે છે. પરંતુ સર્વથા વિનાશ પામતી નથી. જેમ ઘટ ફુટે તો કપાલ થાય, અખંડ પટ ફાટે તો ખંડપટ થાય, દૂધ જામે તો દહીં થાય, દહીં ભાગે તો છાશ થાય. આમ વિચારતાં કોઈ પણ દ્રવ્ય સર્વથા નાશ પામતું નથી. માત્ર નવા નવા રૂપે જ બને છે. તેથી જુના રૂપે જે નાશ થયો અને નવા રૂપે જે ઉત્પાદ થયો તેને જ રૂપાન્તરનાશ કહેવાય છે. માત્ર પર્યાય જ (સ્વરૂપ જ) બદલાય છે. દ્રવ્ય તો સદા નિત્ય નૈકાલિક ધ્રુવ છે. આવા પ્રકારનો દ્રવ્યાર્થિક નયનો પરિણામ (અધ્યવસાય-વિચારધારા) છે.