________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ ઃ ગાથા-૨૬
૪૬૧
तिहां- अंधारानई उद्योतता, ते अवस्थित द्रव्यनो रूपान्तर परिणामइ रूप नाश जाणवो. अणुनई- परमाणुनई अणुअंतर संक्रमई द्विप्रदेशादिभाव थाई छइं. तिहांपरमाणुपर्याय मूलगो टल्यो. स्कंधपर्याय ऊपनो, तेणई करी अर्थान्तरगति रूप नाशनो ામ નાખવો. ॥ ૧-૨ ॥
જે અંધકાર છે. તે જ સૂર્યોદયાદિ થતાં ઉદ્યોત સ્વરૂપે (પ્રકાશપણે) પરિણામ પામે છે. ત્યાં રૂપાન્તરપણું પામવા સ્વરૂપે અંધકારનો નાશ થયો કહેવાય છે. કારણ કે અંધકારમય જે પુદ્ગલદ્રવ્ય હતું તે જ દ્રવ્ય ઉદ્યોતપણે પરાવર્તન પામ્યુ છે. પરંતુ પુદ્ગલ પણે તો તે દ્રવ્ય તે જ સ્થિતિમાં રહ્યું છે. તે દ્રવ્યમાં દ્રવ્યપણે કંઈ પરાવર્તન થયું નથી. માત્ર પુદ્ગલદ્રવ્યોમાં જે અંધકારપર્યાય હતો તે ગયો છે અને ઉદ્યોતપર્યાય આવ્યો છે. પુદ્ગલદ્રવ્યની સ્થિતિ તો તેવીને તેવી જ રહી છે એટલે તે પરાવર્તનને રૂપાન્તરપરિણામ નામનો નાશ કહેવાય છે. કારણ કે અંધકારરૂપ ગયું. અને ઉદ્યોત રૂપ થયું.
જ્યારે એક પરમાણુ બીજા પરમાણુની સાથે મળે છે અને બન્ને પરમાણુ સાથે મળીને દ્વિપ્રદેશી સ્કંધપણે પરિણામ પામે છે. ત્યારે એક એક અણુમાં જે “અણુદ્રવ્યપણુ” હતું. તેનો જે નાશ થઈ જાય છે તે અર્થાન્તરગમન સ્વરૂપે નાશ થયો કહેવાય છે. કારણ કે જ્યારે આ નાશ થાય છે અને યણુક બને છે. ત્યારે અણુ જે અણુપણે ભૂલભૂત દ્રવ્ય હતું. તે હવે અણુપણે રહેતું જ નથી. તે અણુસ્વરૂપ દ્રવ્યપણું મૂળથી જ ટળી ગયું. હવે તે સ્કંધ બન્યો. માટે આ અર્થાન્તરગમન નાશ કહેવાય છે. જો કે નિશ્ચયનયથી તો બે અણુ સાથે મળીને જે હ્રયણુક બન્યો તે પણ રૂપાન્તર નાશ જ છે. તો પણ સંયોગ-વિભાગ આદિ દ્વારા ઉત્પત્તિ-નાશ જ્યારે થાય છે. ત્યારે જાણે જુનુ દ્રવ્ય ચાલ્યુ ગયુ હોય તેમ ભાસે છે તેથી અહીં તેની જુદી વિવક્ષા કરીને અર્થાન્તરગમન નાશ કહેલ છે. આ જ વાત ગ્રંથકારશ્રી આગળ આવનારી ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. || ૧૫૮ ||
અણુનઇ છઇ યદ્યપિ ખંધતા, રૂપાન્તર અણુ સંબંધ રે । સંયોગ વિભાગાદિક થકી, તો પણિ એ ભેદ પ્રબંધ રે. 11 જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૬ ||