________________
૪૬૮
ઢાળ-૯ : ગાથા-૨૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ બીજો ભેદ છે સંગ્રહનયને અનુસાર, તે ધ્રુવભાવ ત્રણે કાળનો વ્યાપક જાણવો. જેમ કે જીવદ્રવ્યનો જીવદ્રવ્યપણે ધ્રુવભાવ, પુગલદ્રવ્યનો પુદ્ગલદ્રવ્ય પણે ધ્રુવભાવ, આમ સૈકાલિક જે ધ્રૌવ્યભાવ છે. તે સૂમધ્રુવભાવ કહેવાય છે. પાંચે દ્રવ્યો અનાદિ અનંત હોવાથી સદા સૂમધ્રુવભાવવાળાં જ છે. અને મનુષ્યાદિ તે તે વિવક્ષિત પર્યાયને આશ્રયી પરિમિતકાળપણે પણ ધ્રુવપણું છે. તે શૂલધ્રુવભાવ જાણવો. સારાંશ કે નિયતકાળસ્થાયિ જે ધૃવત્વ તે પૂલ, અને યાત્કાલસ્થાયિ જે ધૃવત્વ તે સૂક્ષ્મ. આમ બે ભેદ જાણવા. - સૈકાલિક એવો જે સૂક્ષ્મધ્રુવભાવ છે તે પોત પોતાની જાતિને આશ્રયી જાણવો. એટલે કે ચેતનદ્રવ્યના જે ગુણ-પર્યાયો છે. તેમાં ચેતનદ્રવ્યનું અન્વયપણું એ જ ધ્રૌવ્ય જાણવું. એવી જ રીતે પુદ્ગલ દ્રવ્યના જે ગુણ પર્યાયો છે. તેમાં પુદ્ગલદ્રવ્યનો જે અન્વય, તે જ ધ્રૌવ્ય જાણવું. પરંતુ ચેતનના દ્રવ્યગુણપર્યાયોમાં પુદ્ગલનો અન્વય કે પુદ્ગલના દ્રવ્યગુણ પર્યાયોમાં ચેતનનો અન્વય, આવું દ્રૌવ્ય ન જાણવું. આ પ્રમાણે પોત પોતાની મૂલભૂત દ્રવ્યજાતિને આશ્રયીને સંગ્રહાયને માન્ય એવું આ ધૃવત્વ છે. આમ નિર્ધાર કરીને નિર્ણય કરીને) આ તત્ત્વ જાણવું. / ૧૬૦ / સવિ અર્થ સમયમાં ભાખિઆ, ઈમ વિવિધ ત્રિલક્ષણશીલ રે .. જે ભાવઈ એહની ભાવના, તે પાવઈ સુખ જસ લીલ રે
જિનવાણી પ્રાણી સાંભળો || ૯-૨૮ | ગાથાર્થ– આ પ્રમાણે સર્વે પણ પદાર્થો જુદી જુદી રીતે ત્રણ લક્ષણોથી યુક્ત છે. આમ જૈનસિદ્ધાન્તમાં કહેલું છે, જે મહાત્માઓ આ ત્રણલક્ષણાત્મક તત્ત્વોની ચિંતવાણા કરશે, તે સુખ અને યશની લીલાને પામશે. | ૯-૨૮
ટબો- ઈમ સમય કહિઈ-સિદ્ધાંત, તેમાંહિ-સર્વ અર્થ વિવિધ પ્રકારઇ વિલક્ષણ કહિઇ, ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય, તત્સીલ-તસ્વભાવ ભાખિયા, જે પુરુષ એ ત્રિલક્ષણ સ્વભાવની ભાવના ભાવઈ. તે વિસ્તારરૂચિસમ્યકત્વ અવગાહી અંતરંગ સુખ અનઇ પ્રભાવકપણાનો યશ, તેહની લીલા પામઇ. I ૯-૨૮ H
વિવેચન– ઉત્પાદના બે પ્રકાર ૧ પ્રયોગ જ, ૨ વિશ્રસા, તથા નાશના પણ બે પ્રકાર ૧ રૂપાન્તર પરિણામ, ૨ અર્થાન્તરભાવગમન, તથા ધ્રુવના પણ ૨ ભેદ. ૧