Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૬૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૮ રૂપાન્તરતા છે. છતાં તે રૂપાન્તરતાના આધારભૂત અંદર રહેલું મૂલભૂત જે દ્રવ્ય છે. તે સદા અવસ્થિત છે. જેમાં આ રૂપાન્તરતા થાય છે.
- કોઈ પણ એક પર્યાય ઉપજે છે. બીજો પર્યાય વિલય પામે છે. પ્રતિસમયે પાંચે મૂલભૂત દ્રવ્યોમાં પરિવર્તન ચાલ્યા જ કરે છે. જો આ પરિવર્તન તરફ દૃષ્ટિપાત કરીએ તો સર્વત્ર ઉત્પાદ અને નાશ જ દેખાય છે. અને આ સઘળાં પરિવર્તનો જેમાં થાય છે. તેવા પ્રકારના અંદર રહેલા “સ્થાયિતત્ત્વ તરફ” દૃષ્ટિપાત કરીએ તો મૂળભૂત દ્રવ્ય ધ્રુવ છે. આમ પણ અવશ્ય દેખાય જ છે. ધર્મ-અધર્મ અને આકાશ દ્રવ્યોમાં પણ આ રીતે પરદ્રવ્યોના સંયોગ-વિયોગે ઉત્પાદ અને નાશના પ્રકાર સમજી લેવા.
હવે ધ્રુવભાવ પણ બે પ્રકારનો છે. તે સમજાવે છે.
ध्रुवभाव पणि स्थूल-सूक्ष्म भेदई २ प्रकारनो, पहलो-स्थूलऋजुसूत्रनयनइं अनुसारइं 'मनुष्यादिक पर्याय. समय मान जाणवो. बीजो-संग्रहनयनइं सम्मत ते त्रिकालव्यापक जाणवो. पणि जीव-पुद्गलादिक निज द्रव्यजातिं = आत्म द्रव्यगुण पर्याय, आत्मद्रव्यानु गत ज धौव्य, पुद्गल द्रव्यगुण पर्याय- पुद्गलद्रव्यानुगत ज धौव्य, इम निज निज ગતિ નિર્ધાર ગાવો. ૨-ર૭ |
જેમ ઉત્પત્તિ બે પ્રકારે છે. તથા નાશ બે પ્રકારે છે. તેમ ધ્રુવભાવ પણ બે પ્રકારે છે. ૧. સ્થૂલધ્રુવભાવ અને ૨. સૂમધ્રુવભાવ આવા પ્રકારના ભેદોએ કરીને તે ધ્રુવભાવ પણ બે પ્રકારનો છે. ત્યાં પ્રથમ સ્થૂલધ્રુવભાવ ઋજુસૂત્રનયને અનુસાર જાણવો. અને બીજો સૂક્ષ્મધ્રુવભાવ સંગ્રહનયને અનુસાર જાણવો. નયભેદથી આ બે ભેદ જાણવા.
ઋજુસૂત્રનય વર્તમાનકાળ ગ્રાહી છે. ત્યાં મનુષ્ય પશુ-પક્ષી આદિ સ્વરૂપે વર્તમાનકાળે જે જે “પરિમિત કાલસ્થાયી”પર્યાયો છે. તેના કાળવાળુ જે ધ્રુવતાનું માન (માપ) તે સ્થૂલધ્રુવભાવ કહેવાય છે. જન્મથી મરણ પર્યન્ત મનુષ્યાદિ પર્યાય જે સ્થિર રહ્યો છે. તે સ્કૂલધ્રુવભાવ જાણવો. જો કે આ મનુષ્યાદિભાવો એ પણ પર્યાયો જ હોવાથી ઉત્પત્તિ-નાશ વાળા છે. આદિ અને અંતવાળા છે. એટલે જ પરિમિતકાળ જ રહેનાર છે. પ્રતિસમયે બદલાવા વાળા છે. છતાં જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી તો સ્થિર છે. આમ પૂલબુદ્ધિથી જ આ ધ્રુવતા જણાવાય છે. તેથી તેને શૂલધુવભાવ કહ્યો છે. જે જે પર્યાય જેટલો જેટલો કાળ ટકે, તેટલા તેટલા કાળના માપ સમાન આ ધ્રુવભાવ જાણવો.