________________
ઢાળ-૯ ઃ ગાથા-૨૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
તત્ત્વની ચિંતવણાની મસ્તી કોઈ ઓર જ હોય છે. તેમાં જ તન્મય થયેલા અને સાંસારિક ભાવો ભૂલી ગયેલા મહાત્માઓનાં કર્મો અલ્પસમયમાં તુટી જાય છે. કર્મો જ જાણે તેનાથી ભય પામ્યાં હોય તેમ ભાગી જાય છે. અને ગુણોના આવિર્ભાવરૂપ વાડી લીલીછમ થઈ જાય છે. આ અંતરંગ સુખનો આનંદ છે. તે તો પામે જ છે. પરંતુ તે પામ્યા બાદ વિશાળ શાસ્ત્રજ્ઞાન મેળવીને ગામે ગામ સાચા માર્ગની પ્રરૂપણા કરવા દ્વારા તે જ મહાત્માપુરુષો જૈનશાસનની પ્રભાવના કરતા કરતા જૈન-શાસનના પ્રભાવક પણાનો યશ” પણ પ્રાપ્ત કરે છે. પ્રભાવકપણાના યશની લીલા મેળવે છે. અંતરંગ સુખ અને પ્રભાવક્તાનો યશ આમ બન્ને ભાવો મળે છે “યશ” શબ્દથી ગ્રંથકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. | ૧૬૧ ||
૪૭૦
નવમી ઢાળ સમાપ્ત ~~