________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૮
૪૬૯
સ્થૂલધ્રૌવ્યભાવ ૨ સૂક્ષ્મદ્રૌવ્યભાવ. આ પ્રમાણે પ્રત્યેક પદાર્થોમાં પ્રત્યેક સમયે આ ત્રિપદી-ત્રિલક્ષણ અવશ્ય હોય જ છે આ ત્રણ લક્ષણો હોય તો જ તે સત્ કહેવાય છે. તેથી કોઈપણ પદાર્થ એકાન્તે નિત્ય (ધ્રુવભાવવાળો) નથી કે એકાન્તે અનિત્ય (ઉત્પાદવ્યયવાળો) નથી. કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય છે. પર્યાયોની અપેક્ષાએ દ્રવ્ય પણ પ્રતિસમયે ઉત્પાદ-નાશવાળું છે. છતાં સ્થાયિતત્ત્વ પણે ભૂલભૂત આધાર સ્વરૂપે અંદર રહેલું દ્રવ્ય ધ્રુવ પણ છે જ.
इम समय कहिइं- सिद्धान्त, तेमांहि सर्व अर्थ विविध प्रकारइं त्रिलक्षण कहिइं, उत्पाद व्यय ध्रौव्य तत्शील - तत्स्वभाव भाखिया, जे पुरुष ए त्रिलक्षणस्वभावनी भावना भावई. ते विस्तार रुचि सम्यक्त्व अवगाही अंतरंग सुख अनई प्रभावकपणानो यश, તેહની ભીતા પામડું ॥ ૧-૨૮ ॥
આ પ્રમાણે “સમયમાં” એટલે કે જૈનસિદ્ધાન્તમાં સર્વે પણ પદાર્થો વિવિધપ્રકારે અર્થાત્ અનેકપ્રકારે, ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય આમ ત્રણે લક્ષણોના શીલ (સ્વભાવ) વાળા છે. આમ જિનેશ્વર ભગવંતોએ કહેલા છે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ સમયમાં, આ ૩ લક્ષણોમાંથી કોઈ એકાદ લક્ષણથી પણ રહિત નથી. ધર્માસ્તિકાયાદિ સર્વે પણ પદાર્થો પૂર્વપર્યાયથી નાશવાળા છે. ઉત્તર પર્યાયથી ઉત્પત્તિવાળા છે. અને દ્રવ્યભાવે સદા ધ્રુવ છે.
જે જે મહાત્મા પુરુષો આ ત્રણ લક્ષણની ચિંતવણા કરશે. ભાવના ભાવશે, નિરંતર તેની જ્ઞાનગોષ્ઠીમાં જ વર્તશે, તેઓની પરમાત્માના શાસન પ્રત્યે અને પદાર્થોના યથાર્થ સ્વરૂપ પ્રત્યે રૂચિ દિન-પ્રતિદિન વિસ્તાર પામશે, વૃદ્ધિયુક્ત બનશે, આવા પ્રકારની વિસ્તારવાળી, દૃઢ, મજબૂત, ઈન્દ્રાદિ દેવોથી પણ અલિત એવી રૂચિ સ્વરૂપ આત્માના “સમ્યક્ત્વ” ગુણનું અવગાહન કરીને (સમ્યક્ત્વ પામીને) પ્રથમ તો “અંતરંગ સુખને” પ્રાપ્ત કરશે. પદાર્થમાત્રમાં ત્રણ લક્ષણોના સ્વરૂપનો વિચાર કરવો અને તેનાથી પદાર્થ માત્ર પ્રત્યે “પરદ્રવ્ય છે. અનિત્ય છે.” આમ સમજી રાગાદિ કાષાયિક ભાવો ઓછા કરી સ્વભાવદશાની રમણતાનો જે આનંદ માણવો, તે આનંદ કોઈ અપૂર્વ જ છે. જેણે માણ્યો હોય તેને જ તેની કિંમત સમજાય, જગતનાં વિષયસુખોનો આનંદ પરિમિતકાળવાળો અને ઉપાધિઓથી ભરપૂર છે. અને આ ત્રિલક્ષણના સ્વરૂપની ભાવનાનો આનંદ અદ્ભૂત છે. નિરુપાધિક છે. તે આનંદના અનુભવમાં જે આત્માઓ વર્તે છે. તેઓનો સમય ક્યાં પસાર થઈ જાય છે. તેની તેઓને પોતાને પણ ખબર પડતી નથી.