________________
ઢાળ-૯ : ગાથા૨૮
૪૬૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અર્થાન્તરભાવગમન જેમ કે મૃર્લિંડનો નાશ થઈને ઘટોત્પત્તિ થાય તે, આમ નાશના બે પ્રકારો સમજાવ્યા. / ૧૫૯ | ધ્રુવભાવ થૂલ ઋજુસૂત્રનો, પર્યાયસમય અનુસાર રે ! સંગ્રહનો તેહ ત્રિકાલનો, નિજ દ્રવ્યજાતિ નિરધાર રે .
જિનવાણી પ્રાણી સાંભળો | ૯-૨૭ / ગાથાર્થ– ધ્રુવભાવ પણ ૨ પ્રકારનો છે. પ્રથમ પ્રકાર સ્કૂલઋજુસૂત્ર નયને અનુસાર પર્યાયના કાલ પ્રમાણ” જાણવો. અને બીજો સંગ્રહ નયને અનુસાર જે ત્રિકાલધૃવત્વ છે તે. જેમ કે પોતપોતાની દ્રવ્યજાતિ. આમ બે ભેદ જાણો. | ૯-૨૭ ||
ટબો- ધુવભાવ પણિ-પૂલ, સૂક્ષ્મ ભેદઈ ૨ પ્રકારનો, પહલો-પૂલબાજુસૂત્રનયનઇ અનુસારઇ મનુષ્યાદિક પર્યાય, સમય માન જાણવો. બીજે-સંગ્રહ નયનઇ સંમત, તે ત્રિકાલવ્યાપક જાણવો. પણિ જીવ-પુષ્ણલાદિક નિજ દ્રવ્યજાતિ = આત્મ દ્રવ્ય ગુણ પર્યાયનું આત્મદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય, પુદ્ગલ દ્રવ્ય ગુણ પર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય. ઈમ નિજ નિજ જાતિ નિર્ધાર જાણવો. I ૯-૨૭ II
વિવેચન- ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોમાં (કાળ દ્રવ્ય એ ઉપચરિત દ્રવ્ય હોવાથી વિવક્ષા કરેલ નથી) ઉત્પાદન અને નાશના બે બે પ્રકારો જણાવ્યા. છતાં આ પાંચે દ્રવ્યો અનાદિ કાળથી છે. અને અનંતકાળ રહેશે. સર્વદા વિદ્યમાન છે. ધર્મ-અધર્મ-આકાશ એક છે. અને જીવ-પુદ્ગલો અનંત છે. જે દ્રવ્યો જેટલાં છે. તે દ્રવ્યો તેટલાં જ રહેવાનાં છે. કોઈ પણ દ્રવ્યોમાં મૂલભૂત દ્રવ્યપણે વૃદ્ધિ કે હાનિ થતી નથી અને થવાની નથી. તથા નવાં દ્રવ્યો ઉમેરાતાં નથી. અને જે છે તેનો સર્વથા નાશ કદાપિ થતો નથી. છતાં આ સંસારમાં જે ઉત્પત્તિ અને નાશ દેખાય છે. આજે જે પદાર્થ જેવો દેખાય છે તે પદાર્થ આવતી કાલે તેવો નથી દેખાતો. આ સઘળું દ્રવ્યોનું પરિવર્તન (રૂપાન્તર) માત્ર છે. સંયોગ અને વિભાગને લીધે પર્યાયને આશ્રયી દ્રવ્યનો ઉત્પાદ-નાશ કહેવાય છે. બે આદિ અણુઓના સંયોગે લયણુક-ચણક, તંતુઓના સંયોગે પટ, તખ્તઓના વિભાગે પટનાશ, ઘટના અવયવોના વિભાગે ઘટનાશ. ઈત્યાદિ જે કંઈ નાશ-ઉત્પત્તિ દેખાય છે. તે સર્વ