________________
૪૬૪ ઢાળ-૯ : ગાથા- ૨૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અર્થાન્તરગમન કહેવાય છે. જેમ કે તે જ દેવદત્તનું મરણ પછી દેવાદિભાવ રૂપે થવું. અહીં પર્યાય બદલાયો હોવા છતાં દ્રવ્ય જ બદલાઈ ગયું એવો વ્યવહાર થાય છે. માટે આ અર્થાન્તરગમન છે તથા આ જ પ્રમાણે પુદ્ગલદ્રવ્યમાં વર્ણાદિ ગુણધર્મો બદલાય તો રૂપાન્તરતા નાશ, અને અણુઓનો સંયોગ-વિભાગ થાય તો અર્થાન્તરનાશ, આમ ત્રિવિધતા જણાવવા માટે આ કથન કરેલ છે. ૩પત્નક્ષ નાખવું = આટલી વાત ઉપલક્ષણથી સમજી લેવી.
આ રીતે જોતાં પર્યાય બદલાવા રૂપ પૂર્વ પર્યાયનો નાશ છે. આમ રૂપાન્તરતા નામનો નાશનો એક જ પ્રકાર છે. છતાં સ્થૂલવ્યવહારથી દ્રવ્યનાશ ગણીને ૨ ભેદ કહ્યા છે. ને માઠું = કારણ કે પ્રયોગજન્ય અને વિશ્રા આમ ઉત્પત્તિના જે ૨ પ્રકારો સમજાવ્યા, ત્યાં પણ દ્રવ્ય તો અનાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. પર્યાયો જ ઉત્પન્ન થાય છે. પરંતુ પર્યાય અને દ્રવ્ય કથંચિત્ અભિન્ન હોવાથી પર્યાયોનો જે ઉત્પાદ છે. તે જ દ્રવ્યનો ઉત્પાદ કહેવાય છે. તેથી દ્રવ્યના ઉત્પાદના વિભાગોમાં (પ્રયોગજન્ય અને વિશ્રમા આમ દ્રવ્યની ઉત્પત્તિના ૨ પ્રકારોમાં) જેમ પર્યાયોની જ ઉત્પત્તિના પ્રકારો છે. (કારણકે દ્રવ્ય તો અનાદિ-અનંત-ધ્રુવ છે. પર્યાયો જ નવા નવા ઉત્પન્ન થાય છે, છતાં દ્રવ્યના જ ઉત્પાદ કહેવાય છે તેમ આ બે ગાથાઓમાં દ્રવ્યના નાશના જે વિભાગો (રૂપાન્તરતા અને અર્થાન્તરતા) જણાવ્યા છે તે પણ પર્યાયના જ નાશના પ્રકારો જાણવા. છતાં દ્રવ્ય-પર્યાય-કથંચિત્ અભિન્ન હોવાથી તે દ્રવ્યના નાશના પ્રકાર કહેવાય છે.
સારાંશ કે- દ્રવ્યની ઉત્પત્તિના ૨ વિભાગોમાં જેમ પર્યાયો જ ઉત્પન્ન થાય છે. પર્યાયની જ ઉત્પત્તિના એ વિભાગો છે. પરંતુ દ્રવ્ય અને પર્યાય એમ બન્નેનો અભેદ હોવાથી દ્રવ્યના ઉત્પાદ કહેવાય છે. તેમ અત્યારે નાશના જે ભેદ સમજાવાય છે. તે પણ પરમાર્થથી પર્યાયના જ નાશના વિભાગો છે. પરંતુ દ્રવ્ય-પર્યાયનો અભેદ હોવાથી દ્રવ્યના નાશના વિભાગો કહેવાય છે. દૂધમાંથી દહીં બને ત્યારે “દહીં દ્રવ્ય બન્યું” “દહીં દ્રવ્ય બન્યું” આમ વ્યવહારમાં દ્રવ્યની ઉત્પત્તિ બોલાય છે પરંતુ વાસ્તવિક તો તેમાં પર્યાયની ઉત્પત્તિ છે. કારણ કે દૂધ-દહીં વિગેરે ભાવો મૂલભૂત પુદ્ગલદ્રવ્યના પર્યાયો જ છે. તો પણ બન્નેનો અભેદ હોવાથી દ્રવ્યની ઉત્પત્તિ કહેવાય છે. તેવી જ રીતે દૂધદ્રવ્ય નાશ પામ્યું. દૂધદ્રવ્ય નાશ પામ્યું. ઈત્યાદિ રીતે જે દ્રવ્યનો નાશ કહેવાય છે. તે પર્યાયનો નાશ છે. છતાં અભેદ હોવાથી દ્રવ્યનો નાશ થયો આમ કહેવાય છે.