________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૭.
૪૬૩ તેટલો સમય અજીવ સાથે (શરીર સાથે) રહે તો પણ તે જીવ અજીવ બની જાય આવું ક્યારેય પણ બનતું નથી. તેથી અર્થાન્તરતા ક્યારેય પણ કોઈ પણ દ્રવ્યની થતી નથી. આ રીતે જો કે અણુનો અન્ય અણુની સાથે સંબંધ થતાં જે સ્કંધતા થાય છે અને અણુતાનો નાશ થાય છે. તે પણ રૂપાન્તરપણિામ જ છે. તો પણ સંયોગ અને વિભાગાદિક રૂપે દ્રવ્યનો જે વિનાશ થાય છે. તે જણાવવા માટે નાશના આવા પ્રકારના બે ભેદ પાડયા છે. આમ અધ્યાહારથી જાણવું.
એટલે કે સંયોગથી જે નાશ થાય છે. તથા વિભાગથી જે નાશ થાય છે. અને વિમાાતિ માં લખેલા મારિ શબ્દથી સંયોગ-વિભાગ આમ ઉભય વડે જે નાશ થાય છે. તે બન્ને (ત્રણે) પ્રકારનો નાશ (રૂપાન્તરનાશ સ્વરૂપ હોવા છતાં) સ્થૂલવ્યવહારનયની દૃષ્ટિએ તેને અર્થાન્તરગમન સ્વરૂપવાળો નાશ કહેલો છે. આમ જાણવું. કારણ કે અણુઓની સાથે અણુઓ મળવાથી જાણે નવું જ એક દ્રવ્ય ઉત્પન્ન થયું હોય એમ જગતમાં દેખાય છે અને મનાય છે. તેથી છુટા છુટા દ્રવ્યરૂપે (સ્વતંત્ર પણે અણુ સ્વરૂપે જે પરમાણુઓ હતા) તેનો નાશ થયો છે. અને કયણુકાદિપણે નવા દ્રવ્યનો ઉત્પાદ થયો છે. આમ માનવાથી આ વાત સમજાઈ જાય છે. ઘણા તખ્તઓને યથાયોગ્ય સ્થાને જોડવાથી પટ બન્યો, તેનો અર્થ એ થયો કે છુટા છુટાપણે તન્તુદ્રવ્યનો નાશ થયો. અને પટપણે નવા દ્રવ્યની ઉત્પત્તિ થઈ આ અર્થાન્તર નાશ છે. તથા તંતુઓના સંયોગથી જેમ નાશ સમજાવ્યો. તેમ વિભાગથી પણ નાશ સમજી લેવો. તંતુઓનો વિભાગ કરવાથી ખંડપટની જેમ ઉત્પત્તિ થઈ, તેમ અખંડપટનો નાશ પણ થયો જ છે. આ જ રીતે સંયોગ અને વિભાગ એમ ઉભય સાથે હોય ત્યાં પણ નાશ જાણી લેવો.
આમ, સંયોગજન્ય અને વિભાગજન્ય (તથા ઉભયજન્ય) જે જે નાશ થાય છે. તે રૂપાન્તરનાશ હોવા છતાં પણ જાણે નવું દ્રવ્ય જ બન્યું છે આમ વ્યવહારમાં ભાસ થતો હોવાથી જાણે જુનુ દ્રવ્ય નાશ પામ્યું છે આવો પણ ભાસ થાય જ છે આ જણાવવા માટે જ રૂપાન્તરતા અને અર્થાન્તરતા આમ નાશનું વૈવિધ્ય = દ્વિવિધપણું કહ્યું છે. વાસ્તવિક રીતે તો સર્વે દ્રવ્યો પોત પોતાના પર્યાયોમાં રૂપાન્તરતાને જ માત્ર પામે છે. એટલે એક જ ભેદ નાશનો સંભવે છે. છતાં જ્યાં મુખ્યપણે દ્રવ્યનો ધ્રુવભાવ દેખાતો હોય અને તેમાં વિવિધ પરિણમન જ માત્ર જણાતું હોય, જેમ કે દેવદત્ત પણે ધ્રુવ એવા દ્રવ્યમાં બાલ્ય યુવા અને વૃદ્ધાવસ્થા સ્વરૂપ પર્યાયોનું પલટાવાપણું જે છે. તે રૂપાન્તરનાશ કહેવાય છે અને જ્યાં સંયોગ-વિભાગાદિના કારણે સ્થૂલવ્યવહારથી દ્રવ્યનું જ મુખ્યપણે ઉત્પત્તિ-નાશ પણું દેખાતું હોય, જણાતું હોય, બોલાતું હોય તે