________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ . ઢાળ-૯ : ગાથા-૨૮
૪૬૫ તેથી સમુદાયજનિત દ્રવ્ય ઉત્પાદ જેમ પ્રયોગજન્ય પણ હોય છે. (જેમ કે ઘટપટાદિ) અને વિશ્રા પણ હોય છે (જેમ કે વાદળ-વિજળી વિગેરે). તેવી જ રીતે સમુદાયજનિત નાશ પણ ૧ સમુદાયવિભાગ અને ૨ અર્થાતરગમન રૂપે ૨ પ્રકારનો હોય છે. એટલે કે ઘણા અંશો ભેગા થઈને જે અવયવી બન્યો છે. તે અંશોનો વિભાગ થવાથી અવયવી દ્રવ્યનો જે નાશ થાય છે. તે સમુદાય વિભાગ જન્ય નાશ નામનો આ પ્રથમભેદ છે. જેમ કે તંતુપર્યંત પટનાશ, ઘણા તજુઓનું બનેલું એક પટ છે. તેના તંતુઓ ખેંચતા જાઓ, જેમ જેમ તંતુઓ ખેંચાતા જાય છે તેમ તેમ પટદ્રવ્યનો નાશ થાય છે. આ જે નાશ થયો. તે વસ્તુઓનો યથાસ્થાને ગોઠવાયેલો જે સમુદાય હતો. તે સમુદાયનો વિભાગ થવાથી નાશ ઉત્પન્ન થયો કહેવાય છે. તે સમુદાય વિભાગના નામનો પ્રથમભેદ છે.
જ્યાં અવયવોનો વિભાગ ન થાય, જેટલા અવયવો છે. તેટલા જ બરાબર રહે, એક પણ હીનાધિક ન થાય પરંતુ જે સ્વરૂપે હોય તેનાથી અન્ય સ્વરૂપે થાય, એટલેકે એનું સ્વરૂપ માત્ર બદલાય પણ તે સ્વરૂપ એવું બદલાય કે જાણે દ્રવ્ય જ બદલાઈ ગયું હોય. એવું લાગે પરંતુ અંશો હીન કે અધિક થયા ન હોય તે અર્થાન્તરગમન નાશ કહેવાય છે. જેમ કે ઘટોત્પત્તિ મૃતિંડાદિનાશ. એટલે કે જ્યારે
જ્યારે ઘટની ઉત્પત્તિ કરીએ ત્યારે ત્યારે તે તે કાર્યની ઉત્પત્તિમાં પૂર્વકાલમાં રહેલો મૃતિંડ રૂપે જે આકાર (તથા મારિ શબ્દથી ઘટ બનાવતાં થતા સ્થાસ કોશ-કુશૂલાદિ જે આકારો) છે. તે આકારોનો નાશ થાય છે. કારણકે તે કાલે મૃત્યિંડાદિ આકારોનો નાશ થાય, તો જ ઘટોત્પત્તિ બને છે. અહીં મૃત્યિંડદ્રવ્યનો જે નાશ કહેવાય છે. તે (રૂપાન્તર નાશ હોવા છતાં) અર્થાતરગમન નાશ કહેવાય છે. આ રીતે સમુદાયજનિત નાશના બે પ્રકાર છે એક સમુદાયવિભાગ અને બીજો અર્થાન્તરગમન, સમ્પતિતર્કમાં પણ આ જ પ્રમાણે કહ્યું છે. તે ગાથા આ પ્રમાણે છે. - विगमस्स वि एस विही, समुदयजणियम्मि सो उ दुविअप्पो ।
સમુદયવિમાનમાં, અતંરમાવામu a | ૩-૩૪ છે કે ૧-ર૬ છે
નાશના ભેદોની પણ આ જ વિધિ છે. (ઉત્પત્તિના ભેદોની જેમ જ નાશના ભેદો પણ જાણવા.) સમુદાયજનિત નાશમાં તે નાશ બે પ્રકારે છે. એક સમુદાયનો વિભાગ માત્ર થાય છે જેમ કે ઘટ ફૂટે, પટ ફાટે, ઇત્યાદિ અને બીજો