________________
૪૬૦
ઢાળ-૯ : ગાથા–૨૬.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ द्रव्याणां परिणामः, प्रोक्तः खलु पर्यवनयस्य ॥ ૪ વન સમતિ, પ્રજ્ઞાપના પ૬ (૨૩) વૃત્તિ છે ૧-૨૪ છે
પરિણામ એટલે અર્થાન્તરગમન થવું તે. કોઈ પણ પદાર્થ સર્વથા તેના તે જ સ્વરૂપમાં રહેતો નથી. તથા સર્વથા કોઈ પણ પદાર્થ નાશ પામતો નથી. આવો પરિણામ (પર્યાય) છે. આમ તઢિપુરુષોને આવા પ્રકારનો પરિણામ ઈષ્ટ છે.
જે આવિર્ભાવે વિદ્યમાન પર્યાય છે. તેનો વિનાશ થાય છે. અને જે પ્રગટપણે અસત્ (અવિદ્યમાન) પર્યાય છે. તેનો પ્રાદુર્ભાવ થાય છે. દ્રવ્યોનો આવો પરિણામ છે. આમ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પરિણામ કહેલો છે.
ઉપરોક્ત બને ગાથામાં પરિણામનો જે અર્થ કર્યો છે. તથા પર્યાયાર્થિકનયની જે દૃષ્ટિ સમજાવી છે તે આ વચનને સમ્મતિ આપતું પદ પ્રજ્ઞાપનાજીની વૃત્તિમાં છે. ત્યાંથી જાણવું. | ૧૫૭ | અંધારાનાં ઉદ્યોતતા, રૂપાન્તરનો પરિણામ રે ! અણુનઈ અણુ અંતર સંક્રમઈ, અર્થાન્તરગતિનો ઠામ રે !
જિનવાણી પ્રાણી સાંભળો ! ૯-૨૫ / ગાથાર્થ– અંધકારમાંથી જે પ્રકાશિતતા થાય છે. તે રૂપાન્તરપરિણામ છે અને એક અણુની સાથે બીજો અણુ જોડાતાં જે ક્રિપ્રદેશ સ્કંધ બને છે તે અર્થાન્તરગતિનું ઉદાહરણ છે. | ૯-૨૫ |
ટબો- તિહાં-અંધારાનઇ ઉધોતતા, તે અવસ્થિત દ્રવ્યનો રૂપાન્તર પરિણામઈ રૂપ નાશ જાણવો. અણુનાઈ-પરમાણુનઈ અણુઆંતર સંક્રમઈ દ્વિપ્રદેશાદિભાવ થાઈ છઈ, તિહાં-પરમાણુપર્યાય મૂલગો ટળ્યો, આંધપર્યાય ઊપનો, તેણઈ કરી અર્થાતરગતિ રૂપ નાશનો ઠામ જાણવો. | ૯-૨૫ I
વિવેચન– નાશના બે પ્રકાર છે. ૧ રૂપાન્તર પરિણામ અને ૨ અર્થાન્તરગમનપરિણામ. ત્યાં કોઈ પણ દ્રવ્ય જુના સ્વરૂપે નાશ પામીને નવા રૂપે બને તેને રૂપાન્તર નાશ કહેવાય છે. અને સંયોગ અથવા વિભાગાદિક વડે મૂલભૂત દ્રવ્યનો જાણે નાશ થયો છે. આમ જણાય તે અર્થાન્તરનાશ કહેવાય છે. આ બન્નેનાં એક એક ઉદાહરણ આપે છે.