________________
૪૫૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૯ : ગાથા-૨૬ પરંતુ પર્યાયાર્થિકનય અનિત્યદૃષ્ટિની પ્રધાનતાવાળો હોવાથી તેનો અભિપ્રાય એવો છે કે જીવ-પુદ્ગલ આદિ કોઈ પણ સત્ વસ્તુમાં પૂર્વસમયવર્તી જે સત્ પર્યાય છે. તે પર્યાયપણે દ્રવ્ય પણ નાશ પામે છે. અને ઉત્તરકાલનો પર્યાય હાલ જે આવિર્ભાવ નથી, પણ અત્ છે. તે ઉત્તરકાલીન પર્યાય જ્યારે પ્રગટ થાય ત્યારે તે પર્યાયપણે દ્રવ્ય પણ ઉત્પન્ન થાય છે. આવો પર્યાયાર્થિકનયનો પરિણામ છે. સારાંશ કે માત્ર પર્યાય જ બદલાય છે અને દ્રવ્ય તેનુ તે જ ધ્રુવ રહે છે એમ નહીં. પરંતુ પર્યાય બદલાયે છતે દ્રવ્ય પણ પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. અને ઉત્તર પર્યાયરૂપે નવું જ દ્રવ્ય આવે છે. આમ દ્રવ્યની પરાવૃત્તિ થતી હોવાથી તેને અર્થાન્તરનાશ કહેવાય છે. આ બન્ને નયોના અભિપ્રાયો જોતાં એક રૂપાન્તરનાશ અને બીજો અર્થાન્તર નાશ, આમ બે નયોને અનુસાર વિનાશના બે ભેદ જાણવા.
દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય વિણસતું જ નથી. માત્ર પર્યાયો (રૂ૫) જ બદલાય છે. એટલે રૂપાન્તરનાશ જ થાય છે અને દેખાય છે. પરંતુ પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ પર્યાય નાશ પામે છતે તે રૂપે દ્રવ્ય પણ નાશ જ પામે છે. દ્રવ્ય નવું રૂપ ધારણ કરે છે. નવા પર્યાયરૂપે દ્રવ્ય જ ઉત્પન્ન થાય છે. એટલે અર્થ જ (દ્રવ્ય જ) બદલાતું હોવાથી અર્થાન્તરવિનાશ થાય છે. અને તે જ દેખાય છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પ્રતિસમયે દ્રવ્ય રૂપાન્તર જ પામે છે. દ્રવ્યનો નાશ થતો નથી. પરંતુ દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. તેથી રૂપાન્તરનાશ જ કહેવાય છે. પરંતુ વ્યવહારનય સ્થૂલદૃષ્ટિવાળો હોવાથી વિશિષ્ટરૂપ બદલાય ત્યારે રૂપની સાથે દ્રવ્ય પણ બદલાયું છે આમ માનીને દ્રવ્યનો પણ નાશ દેખે છે. તેથી તે નયની દૃષ્ટિએ દિવ્યાન્તરવિનાશ કહેવાય છે. સંક્ષેપમાં સાર એ છે કે-દ્રવ્યનું રૂપ બદલાયું છે. (દ્રવ્ય તેનું તેજ રહ્યું છે) આમ વિચારીએ ત્યારે રૂપાન્તરનાશ, અને સંયોગવિભાગાદિ થવાથી જાણે દ્રવ્ય જ બદલાઈ ગયું છેઆમ વિચારીએ ત્યારે અર્થાન્તરનાશ કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
परिणामो ह्यर्थान्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ सत्पर्यायविनाशः प्रादुर्भावोऽसता च पर्यायतः ।
(PI) ૭